શહેરમાં લાંબા સમય સુધી બંધ રહેલા ટ્રાફીક સિગ્નલો ગુરૂદ્વારા સર્કલ પાસે કાર્યરત કરાયા છે. આ સિગ્નલો મુજબ ટ્રાફીકની અમલવારી ટ્રાફીક પોલીસ દ્વારા હાથ ધરાતા ટ્રાફીક સમસ્યા વધી છે એટલુ જ નહીં એક-એક કિલોમીટર સુધીની વાહનોની કતારો ચારેય તરફ લાગે છે જેનાથી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ત્યારે ટ્રાફીક પોલીસ દ્વારા આ મુશ્કેલીમાંથી છુટકારો મળે તે રીતે ટ્રાફીક નિયમનનું કાર્ય હાથ ધરાય તેવું વાહન ચાલકો ઇચ્છી રહ્યાં છે. જુદા જુદા આઠ જેટલા સ્થળો ઉપર ટ્રાફીક સિગ્નલો આવેલા આ ટ્રાફીક સિગ્નલો લાંબા સમય સુધી બંધ રહ્યા હતાં. ખાસ કરીને ટ્રાફીક સિગ્નલો કાર્યરત થવાથી ટ્રાફીક પોલીસ અને વાહન ચાલકોને લાભદાયક બને છે અને ટ્રાફીક સમસ્યામાં રાહત મળે છે. પરંતુ ગુરૂદ્વારા સર્કલ પાસે ટ્રાફીક સિગ્નલ શરૂ કરતા ટ્રાફીકની સમસ્યા હળવી બનવી જોઇએ પરંતુ આ ટ્રાફીક સિગ્નલોના કારણે વાહનોની લાંબી કતારો ચારેય તરફ લાગે છે.
ગુરૂદ્વારા જંકશન પોઇન્ટ ખુબ જ અગત્યનો અને વધુ ટ્રાફીક વાળો રહે છે. એટલુ જ નહીં આ ગુરૂદ્વારા ચોકડી ઉપરથી જી.જી. હોસ્પિટલનો પણ વધુ ટ્રાફીક રહે છે. તેવા સમયે ઇમરજન્સી 108ની એમ્બ્યુલન્સ અવાર નવાર પસાર થતી હોય છે. આ ટ્રાફીક સિગ્નલો બંધ થતાં જ 108 એમ્બ્યુલન્સ આ ટ્રાફીકમાં ફસાઇ જાય છે. જયારે ટ્રાફિક પોલીસ દ્વારા ગુરૂદ્વારા સર્કલમાં એક જ તરફની સાઇટ ખોલવામાં આવતી હોય ત્યારે વાહનોને પાંચ-પાંચ મીનીટ સુધી રોકી રાખાતા વાહનોની કતારોમાં 108 જેવી એમ્બ્યુલન્સ ફસાઇ જાય છે ત્યારે વ્યવહારીક રીતે ટ્રાફિક પોલીસમાં આવી એમ્બયુલન્સમાં ઇમરજન્સી સારવાર તરીકે સાઇડ ખોલી આપવી જોઇએ. તેવી માંગ ઉઠી છે.