જામનગર સમાચાર
જામનગર શહેરનો મુખ્ય બ્રીજ ગણાતો એવો સુભાષ બ્રીજ માર્ગ પરની ગ્રીલ જોખમી બની ગઇ છે. આ બ્રીજ માર્ગ પર ગ્રીલ જે રાહદારીઓ અને વાહનચાલકો માટે એક મોટો અકસ્માત થવાની શક્યતા દેખાઇ રહી છે. તેમજ આ સુભાષ બ્રીજ માર્ગ પરની ગ્રીલની હાલત ખરાબ થઈ ગઈ છે.
જામનગર શહેરના સુભાષબ્રીજ પર માર્ગ ની વચ્ચે મહાનગરપાલિકા દ્બારા ગ્રીલ નાખવામાં આવી હતી. પરંતુ કામગીરી થયા બાદ જાળવણીમાં બેદરકારી અંગે મહાનગરપાલિકા પર લોકો દ્વારા આક્ષેપો લાગવામાં આવ્યા છે .
મોટાભાગની ગ્રીલ ગાયબ થઇ ગઇ છે અને અમુક ગ્રીલ રોડની બને બાજુ આવી ગઈ છે જે એક મોટો અકસ્માત થવાની શક્યતા દેખાઇ રહી છે તેમજ વચ્ચે ઘાસ ઉગી નીકળ્યું છે. ગુલાબનગરના પ્રવેશ દ્વારથી આવતા લોકો આ માર્ગ પરથી પસાર થતા હોય માર્ગ પર ની ગ્રીલ ગાયબ હોય છે.