જામનગર સમાચાર
જામનગરના મોટી બાણુગાર ગામે ઉમાધામ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ઉમિયાધામ પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રણ દિવસના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . મોટી બાણુગાર ઉમિયા માતાજી મંદીર ખાતે ઉમિયા માતાજી અને શિવાલયના નૂતન મંદિર મહાયજ્ઞનું આયોજન કરાયું હતું .
દેહશુદ્ધિ, હોમપૂજન, વડીલવયના દાતાઓનું સન્માન, ટ્રસ્ટીઓનું પણ ભવ્ય સ્વાગત સનમાન કરવામાં આવ્યું હતું. સાસ્કૃતિક કાર્યક્રમમાં રાસગરબા, કુષ્ણ રાસલીલાની રમઝટ, બાળાઓ દ્વારા અલગ અલગ કૃતિઓની રજુઆત કરવામાં આવી હતી .
બીજા દિવસે સામાજીક સમેલન, મુખ્ય મહેમાન તેમજ અતિથિ વિશેષનું સ્વાગત કરાયું હતું . મહા પ્રસાદ , ભવ્ય લોકડાયરો, તથા કલાકાર નિલેશ ગઢવી, શીતલ બારોટએ ભવ્ય રમઝટ બોલાવી હતી.ત્રીજા દિવસે જલયાત્રા , નિજમંદિર વાસ્તુપૂજન, મહા મૂર્તિન્યાસ, માતાજીના શિખરએ પ્રથમદવજારોહણ, પ્રથમ આરતી પૂજન, માતાજીનું છતર અને સમૂહ પ્રસાદ યોજાયો હતો .
જગત જનની કુળદેવી માં ઉમિયા પ્રત્યે અખંડ આસ્થા. શ્રદ્ધા અને ભક્તિ ભાવ ધરાવતા મોટી બાણુગાર કડવા પાટીદાર પરીવારના સર્વે ધર્મપરાયણ ઉત્સાહી અને પાટીદાર પરીવારના સહિયારા પ્રયાસો અને પરીશ્રમ થી માં ઉમિયાના ભવ્ય મંદિર નિર્માણના સંકપ્લને સાકાર કરી તા.21.11.2023 નવેમ્બર ના રોજ દીવ્ય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોતસ્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.શિલ્પ શાસ્ત્ર ના સિદ્ધાતો અનુસાર નિર્માણ પામેલ નૂતન મંદિરનું વિદ્ધાન ઋષિકુમારો દ્વારા વેદિક પરંપરા અને શાસ્ત્રોકત વિધિ વિધાન મુજબ જગત જનની કુળદેવી માં ઉમિયા સહિત સર્વે દેવી.દેવતાઓની મૂર્તિઓ તેમજ દેવોનાં દેવ એવા મહાદેવના શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા વિધિનું વિ.સં.2080 ને તા.23.11 2023 ને ગુરૂવારના રોજ શુભ મુહુર્તમાં રૂડું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવમાં વિવિધ ધર્મક્ષેત્રના સંતો.મહંતો સહિત પાટીદાર સમાજ આગેવાનો સામિપ્ય ધરાવતા શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી મહોત્સવની શોભામાં અભીવૃધી કરી હતી . ત્રણ દિવસ સુધીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.