તમામ ગુજરી બજારના ફેરીયાઓના કોરોના ટેસ્ટ કરવા મહાપાલિકાએ ગોઠવી વ્યવસ્થા
જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ રોકવા માટે જામનગર મહાનગરપાલિકાની ટીમો મેદાને પડી છે, તેના ભાગરૂપે આજે સતત ત્રીજા દિવસે પણ કોરોના ના રેપીડ ટેસ્ટ માટેની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે, અને શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તાર તેમજ સાત રસ્તા વિસ્તારમાં જુદી-જુદી આરોગ્ય ટુકડીઓ દ્વારા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
જામનગર ની ગ્રેઇન માર્કેટ મા આજે સવારથી જ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટીમ તેમજ આરોગ્ય વિભાગની ટુકડીએ કોરોના ટેસ્ટિંગ ની પ્રક્રિયા હાથ ધરી છે, અને બપોર સુધીમાં ૧૦૦થી વધુ વેપારીઓ તેમજ દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારીઓ ના કોરોના રેપિડ ટેસ્ટ કરાવ્યા હતા. જોકે કોઇ વેપારી ના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા નથી.
આ ઉપરાંત જામનગરના સાત રસ્તા સર્કલ આસપાસના વિસ્તારમાં ૫૦ થી વધુ ફ્રુટના વિક્રેતાઓ ઉભા રહે છે, જે તમામ વિક્રેતાઓનાં પણ કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે તેમાંથી પણ કોઈ સંક્રમિત મળ્યું નથી. પરંતુ તમામ સ્થળોએ સોશિયલ ડિસ્ટનસ જાળવવા અને માસ્ક ફરજિયાત પહેરવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે.
જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભરાતી ગુજરી બજારના તમામ ફેરીયાઓ તથા ખરીદી કરવા માટે આવનારા લોકો ના ટેસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જામનગર શહેરમાં કોરોના નો સંક્રમણ રોકવાના ભાગ રૂપે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસો દરમિયાન ભરાતી ગુજરી બજાર, તેમજ શાક મારકેટ માં વેપાર કરવા આવતા ફેરીયાઓ સાથોસાથ ખરીદ કરવા માટે આવનારા લોકો ના જામનગર મહાનગર પાલિકાના આરોગ્ય શાખાની ટુકડી દ્વારા કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવશે અને જો કોઈ પોઝિટિવ જણાય તો તાત્કાલિક અસરથી તેને હોસ્પિટલાઇઝ કરાશે, ઉપરાંત શાકભાજી ની રેકડી અથવા તો ફેરિયાનો પથારો બંધ કરાવાશે.
ઉપરોક્ત તમામ સ્થળે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની અપીલ કરવામાં આવી છે. જામનગર શહેરની બજારોમાં કોઈપણ યુવાનો કામ ધંધા વગર આંટાફેરા કરતા હોય તો તેઓએ બિનજરૂરી પોતાના ઘરેથી નહીં નીકળવા માટે ની સૂચના અપાઇ છે, સાથોસાથ ૬૦ વર્ષથી વધુ ઉંમરના વયસ્કો તેમજ ૧૦ વર્ષથી નીચેના નાના બાળકોએ બજારોમાં બિલકુલ જવાનું ટાળવા માટે નો પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા પાનના ગલ્લાઓ અને ચાની લારી તથા દુકાનોમાં ફરજિયાત પણે કોરોના નો ટેસ્ટ કરાવવાનો રહેશે, તેમજ સોશ્યલ મશતફિંક્ષભય નો સંપૂર્ણપણે ધ્યાન રાખવાનું રહેશે તે અંગે ની જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ કમિશનર શ્રી સતીશ પટેલ દ્વારા ચેતવણી અપાઈ છે.