Abtak Media Google News

જામનગર ૨૭, જામનગર ની સરકારી જી.જી હોસ્પિટલની સામેના ભાગમાં આવેલી હોટલ દુકાનો ના સંચાલકો દ્વારા પોતાના માલ સામાન બહાર રોડ પર રાખીને દબાણ કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવતાં આજે એસ્ટેટ શાખાની ટુકડીએ દોડી જઇ ૧૫ હોટલ સંચાલકો સામે કાર્યવાહી કરી છે, અને તેઓ માલસામાન વગેરે જપ્ત કરી લઇ દંડકીય કાર્યવાહી હાથ ધરી છે.

C7984A44 C776 44A5 8Ee7 4812E2Cc0E99

જી.જી. હોસ્પિટલના સામેના ભાગમાં આવેલી ચા ની હોટલ, પાનના દુકાનદાર વગેરે દ્વારા પોતાની દુકાન-હોટલની બહાર રોડ પર ટેબલ મુકવામાં આવે છે, સાથો સાથ પાણીના કેરેટ વગેરે રોડ પર મૂકી દઇ દબાણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવતાં આવા ૧૫ હોટલ સંચાલકોનો ટેબલ, પાણીના કેરેટ સહિતનો માલ સામાન જપ્ત કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યો છે.

D728C705 3519 4Af9 B401 Beafe9Ba5A5A

આ ઉપરાંત ડોલીડ વેસ્ટ શાખા ની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી, અને જી.જી. હોસ્પિટલના સામેના રોડ પર પાણી વગેરે ઢોળીને ગંદકી કરવા અંગે રૂપિયા ૮,૦૦૦ નો દંડ સ્થળ પર જ વસૂલવામાં આવ્યો છે.

જામનગર:સાગર સંઘાણી 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.