• વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે
  • લાલબંગલા સ્થિત સરકારી સંકુલોને ઝળહળતી રોશનીથી સજાવાયું 

જામનગર સમાચાર : જામનગર શહેરમાં આવતીકાલે ૨૪ મી તારીખે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે, ત્યારે તેઓના આગમનને પગલે લાલબંગલા સ્થિત સરકારી સંકુલોને ઝળહળતી રોશનીથી સજાવી દેવામાં આવ્યા છે. WhatsApp Image 2024 02 23 at 08.54.13 70625f0aજામનગરનું સર્કિટ હાઉસ, ઉપરાંત અદાલત પરિસર, જામનગર મહાનગરપાલિકાની કચેરી, પીજીવીસીએલ ની કચેરી, તથા જિલ્લા પંચાયત કચેરી અને સર્કલ, હોમગાર્ડ કચેરી સહિતના સંકુલોમાં ઝળહળતી રોશની ગોઠવી દેવાઇ છે, અને દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

જામનગર રોશનીથી ઝગમગી ઉઠ્યું  WhatsApp Image 2024 02 23 at 08.54.13 37134b7a

જામનગરના દિગ્જામ સર્કલથી લાલ બંગલા સર્કલ સુધીના માર્ગ પર રોડની વચ્ચે રંગબેરંગી સીરિઝ ગોઠવી દેવાઇ છે, તેમજ રોડની બંને તરફના ઝાડમાં ગ્રીન કલરની હેલોજન લાઇટ ગોઠવી દેવાઇ છે. WhatsApp Image 2024 02 23 at 08.54.14 05d10415જેથી અનન્ય નઝારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે સમગ્ર વિસ્તાર રોશની થી સજ્જ બન્યો હોવાથી અનેક શહેરીજનોએ આ રોશની નો નજારો નિહાળ્યો હતો, ત્યારે કેટલાક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં સેલ્ફી પણ લીધી હતી.

સાગર સંઘાણી

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.