- વિદ્યાર્થીની જે ઇકો કારમાં શાળાએ જતી હતી તે ઇકો કારના ચાલક જ સગીરાને ઉઠાવી ગયાના પ્રાથમિક અહેવાલ
- ફરિયાદના આધારે પોલીસે તપાસ લંબાવી કાર્યવાહી હાથ ધરી
જામનગર ન્યૂઝ : જામનગર જિલ્લામાં ચકચારી ઘટના સામે આવી છે જેમાં લાલપુર તાલુકાના ગજણા ગામેથી દસમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું અભરણ થયાની ફરિયાદ પોલીસ મથકે પહોંચતા પોલીસે અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. પોલીસમાં જાહેર કરાયા અનુસાર વિદ્યાર્થીની જે ઇકો કારમાં શાળાએ જતી હતી તે ઇકો કારના ચાલક જ સગીરાને ઉઠાવી ગયા પ્રાથમિક અહેવાલમાં સામે આવ્યું છે. હાલ ફરિયાદના આધારે પોલીસે તપાસ લંબાવી કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાનું અપહરણ
આ ચકચારી બનાવવાની બનાવની સ્થાનિક પોલીસ મથકે નોંધાયેલી વિગત એવી છે કે લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતી અને દસમા ધોરણની એક સગીર વિદ્યાર્થીને કે જે ગત 25 મી ના રોજ એકાએક ગુમ થઈ ગઈ હતી. જે અંગે પરિવારજનો એ સ્થાનિક લોકો અને સગા સંબંધીઓને ટેલીફોનિક જાણ કરવા છતાં વિદ્યાર્થીનીનો ક્યાંય પતો લાગ્યો ન હતો. જેની શોધખોળ કરાવતાં તેણી જે ઇકો કારમાં બેસીને લાલપુરની શાળામાં જતી હતી, તે ઇકો કારનો ચાલક બદકામ કરવાના ઇરાદાથી સગીરા જને ભગાડી ગયાનું બહાર આવ્યું છે.
ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ
ત્યારબાદ સગીરાના પિતાએ તાબડતો પોલીસ મથકનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આરોપી ઇકો કાર ચાલક સામે નામ જોગ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ઇકો કાર ચલાવતો સમીર કારાભાઈ હમીરાણી નામનો શખ્સ બદકામ કરવાના ઈરાદા થી ઉઠાવી ગયો હોવાથી તેની સામે આઈપીસી કલમ ૩૬૩ અને ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે, અને બંનેની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા મોબાઈલ ફોનના ટાવર લોકેશન ના આધારે તપાસ કરાવતાં અમદાવાદ-સુરત સુધીના લોકેશન મળ્યા હોવાથી આરોપી સગીરાને જામનગર થી અમદાવાદ- સુરત તરફ નસાડી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું છે, અને પોલીસે તે દિશામાં તપાસ નો દોર લંબાવ્યો છે.
પોલીસ સૂત્રોમાંથી સામે આવતી વિગત અનુસાર આરોપી ઇકો ચાલક અને સગીરા થોડા દિવસ અગાઉ મસ્તી કરતા નજરે પડતા તેના પિતાએ શકના આધારે સગીરાને ઇકોમાં જવા દેવાની મનાઈ ફરમાવી દીધી હતી અને પોતાને બાઈકમાં લઈ જતા હતા. પરંતુ પરમદિને એકાએક સગીરા લાપતા બની હતી, ત્યારબાદ ઇકો કારના ચાલકની તપાસ કરાવતાં તે પણ ગુમ થઈ ગયો હોવાનું અને તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થયો હોવાનું અને ત્યારબાદ પોલીસ તપાસમાં અમદાવાદ-સુરત સુધીનું લોકેશન મળ્યું હોવાથી પોલીસ દ્વારા તેઓને શોધવા માટેની તપાસ હાથ ધરી છે.
સાગર સંઘાણી