દરેડ – જીઆઈડીસી ફેસ-ર અને૩ એસોસિએશન દ્વારા મહાનગરપાલિકાને વેરો ભરપાઈ કરવા સામે વિરોધ દર્શાવાઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ મહાનગર પાલિકા દ્વારા મિલકત ધારકોને વેરાની ઉઘરાણી કરની નોટીસો (વોરંટ) ઈસ્યુ કરવાની કામગીરી ચાલી રહી છે. આ મુદ્દે એસોસિએશન દ્વારા લડત આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી લડતના એંધાણ દેખાતા નથી.
જામનગર નજીકના દરેડ ઔદ્યોગિક વિસ્તારનો મહાનગર પાલિકા હદ્દ વિસ્તારમાં સમાવેશ થયો હતો. આથી મહાનગરપાલિકા દ્વારા કારખાનેદારો પાસે વેરા વસુલાત અંગે ઉઘરાણી કરવામાં આવી હતી.
આથી જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન દ્વારા વેરા સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને જલદ આંદોલન અને લડત કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી લડતના કોઈ એંધાણો દેખાતા નથી.
બીજી તરફ જામનગર મહાનગરપાલિકા દ્વારા ૩૯૭૬ કારખાનેદારો વેરા વસુલાત માટે ડીમાન્ડ નોટીસો ઈસ્યુ કરવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
ઓક્ટોબર ર૦૧૩ થી આ વેરા વસુલાત માટે માંગણી કરવામાં આવી છે. જે અંદાજે ૧૭ કરોડ ૪૯ લાખની રકમ થવા જાય છે.
એવું પણ જાણવા મળ્યું છે કે, એસો.ના પ્રમુખ દ્વારા લડતની જાહેરાત થઈ હતી, પરંતુ અનેક કારખાનેદારો દ્વારા વેરાની રકમ ભરપાઈ કરવામાં આવી છે.
એટલે કે, લડતના એલાનને કોરાણે મૂકીને કેટલાક મિલકત ધારકો વેરો ભરપાઈ કરવા માંડ્યા છે. ત્યારે હવે જીઆઈડીસી આગેવાનો ક્યારે લડત શરૃ કરે છે, તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,