પાંચ આરોપીઓને પકડી પાડતી એલસીબી પોલીસ
જામનગર એલસીબીએ ખુન, લુંટ અને મારામારી કરનાર ગેંગને ઝડપી સફળતા મેળવી છે. એલસીબી પોલીસ ટીમનાં પો.સ.ઈ આર.બી.ગોજીયા, કે.કે.ગોહીલ તથા સ્ટાફનાં માણસો જામનગર શહેર તથા કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન માધાપર ચોકડી પાસે આવતા એલસીબી સ્ટાફનાં ભગીરથસિંહ સરવૈયા તથા હરદીપભાઈ ધાધલ તથા અજયસિંહ ઝાલાને બાતમી મળેલ કે, અગાઉ ખુન, ખુનની કોશીષ, લુંટ, મારામારીનાં ગુનામાં પકડાયેલ હિતેશ કોળી તથા રામ મોઢવાડિયા મેર એક ગેંગ બનાવેલ છે.
જે ગેંગના માણસો તેઓની સાથે લોખંડના પાઈપ, લોખંડની છરી, તલવાર જેવા જીવલેણ હથિયારો સાથે ઈન્ડીકા કાર નંબર જી.જે.૧૦ યુ ૯૫૮૪ની રાખી બેડી નવાબંદર રોડ ઉપર શ્રીજી વે-બ્રીજ પાસે આ ગેંગના માણસો એકઠા થઈ રોડ ઉપર પસાર થતા વાહનો તથા માણસોને રોકી મારી ઘાડ પાડવાની તૈયારી કરે છે. તેવી બાતમી મળતાં રેડ કરી પાંચ ઈસમોને ઘાતક જીવલેણ હથિયારો, ફોર વ્હીલ કાર સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ છે.
ગેંગમાં હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયા (રહે.જામનગર નાગેશ્વર કોલોની ગરબી ચોક), હિતેશ ઉર્ફે ટકો મનસુખભાઈ ડોણસીયા (રહે.ઢીચડા સેના નગર, જામનગર), રામ ઉર્ફે રામકો જીવાભાઈ મોઢવાડીયા (રહે.નાઘેડી તા.જી.જામનગર), કુલદિપસિંહ ઉર્ફે લાલો નટુભા પરમાર (રહે.સરમત પાટીયા તા.જી.જામનગર) અને રાહુલ મનસુખભાઈ ડોણાસીયા (રહે.ઢીચડા સેનાનગર જામનગર)માં મુખ્ય સુત્રધાર હિતેશ ઉર્ફે વાંગો જે અલગ અલગ પો.સ્ટે.માં ખુન, ખુનની કોશીષ, મારામારી તેમજ રામ ઉર્ફે રામકો મેર જે અલગ અલગ પો.સ્ટે.માં મારામારી તેમજ પ્રોહીબીશનનાં ગુન્હાઓમાં પકડાયેલ છે.
તેમજ આ આરોપીઓ પૈકીનાં આરોપીઓએ આઠેક દિવસ પહેલા ધુવાવ હાઉસીંગ બોર્ડ પાસે ફરિયાદી ભગીરથસિંહ દિલીપસિંહ ઝાલાને માર મારી અપહરણનાં ગુન્હામાં ફરારી છે. તેમજ આરોપી હિતેશ ઉર્ફે વાંગો જે ખુનનાં ગુનામાં પેરોલ ઉપર છુટયા બાદ પેરોલ જમ્પ કરી ફરાર રહેલ હતો.