જામનગર સમાચાર
જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીને જન્મ જયંતી ની ઉજવણીના ભાગરૂપે ચાંદી બજાર વિસ્તારમાં આવેલી પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી મહાત્મા ગાંધીજીને નમન કર્યા હતા.
નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, શાશક જૂથના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઇ નાખવા ઉપરાંત શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણિયા, સહિતના હોદ્દેદારોએ પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પૂજ્ય બાપુને નમન કર્યું હતું.
આ વેળાએ શહેર ભાજપ સંગઠનના અન્ય કોર્પોરેટર સહિતના હોદ્દેદારો જોડાયા હતા. સાથોસાથ જામનગરના એક વરીષ્ઠ નાગરીકે મહાત્મા ગાંધીજીની વેશભૂષા ધારણ કરી હતી, અને તેઓ પણ સાથે જોડાયા હતા. તેમની સાથે ભાજપ ના સર્વે હોદ્દેદારોએ તસવીર પડાવી પૂજ્ય મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા.