જામનગર સમાચાર

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ વિસ્તારમાંથી નવજાત શીશુ મળી આવવાનો કિસ્સો અવિરત ચાલુ રહ્યો છે, અને એક મહિનાના સમયગાળા દરમિયાન ચોથો કિસ્સો બન્યો છે. આજે સવારે ગાયનેક વિભાગ નજીકથી એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં પોલીસ તંત્રએ ધામ કરી છે, અને બાળકને ત્યજી દેનાર માતાની શોધ ખોળ શરૂ કરી છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગ પાસેથી આજે સવારે એક નવજાત શીશુ મૃત હાલતમાં પડ્યું હોવાની માહિતી મળતાં સિટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ દોડતો થયો હતો, અને મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે આ કારસ્થાન કરવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવી પોલીસ દ્વારા બાળકને ત્યજી દેનાર માતાની શોધખોળ શરૂ કરાઇ છે, અને સીસીટીવી કેમેરા ની મદદથી તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.