મેડિકલ કેમ્પસમાં આવેલી હોસ્ટેલનું પણ નવીનીકરણ કરવા સરકારમાં રજૂઆત
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ જે સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની હોસ્પિટલ છે તેમાં અતિ આધુનિક મશીનરીઓ આગામી દિવસોમાં આવી રહી છે તેમજ સરકારમાં થયેલી જૂની બિલ્ડીંગના બદલે નવી બિલ્ડીંગની દરખાસ્ત અંગે પણ સાકારાત્મક અભિપ્રાય આવતા આગામી દિવસોમાં જૂનું બિલ્ડીંગ પણ પડી તેનું સ્થાન નવું બિલ્ડીંગ લેશે. થોડાં વર્ષ પહેલાં જામનગરના મેડિકલ કેમ્પસ વિસ્તારમાં નવી હોસ્પિટલનું બાંધકામ થયું હતું.
હવે જૂની જી. જી. હોસ્પિટલ (ઈરવિન) હોસ્પિટલવાળુ બાંધકામ 1926માં થયેલી છે. જે હવે જર્જરિત બન્યું છે. ત્યાં નવા બાંધકામ માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.તાજેતરમાં રાજ્યના આરોગ્ય મંત્રી જામનગર આવ્યા હતા ત્યારે તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ સમયે તેમની સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરી નવા બાંધકામ માટે રજૂઆત કરવામાં આવી હતી.
આ સાથે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે 1954ના મેડિકલ કેમ્પસના બાંધકામ અંગે પણ રજૂઆત કરી નવા બાંધકામ માટે માંગણી મૂકવામાંં આવી હતી.આ ઉપરાંત મેડિકલ કોલેજમાં વર્ષો પહેલા અભ્યાસ કરી ચૂકેલા તબીબો પણ કેટલીક મશીનરી માટે સહયોગ આપનાર છે. જૂની બિલ્ડીંગના સ્થાને નવી બિલ્ડીંગ અંગેની દરખાસ્ત ઘણા સમયથી સરકારમાં થઈ ગઈ છે અને વખતોવખત તેની અધિકારીઓ સમક્ષ રજૂઆત પણ થઈ છે.
આગામી દિવસોમાં સકારાત્મક અભિગમ ગણાતા આ અંગે નવી બિલ્ડીંગ બનશે. તેમ એમ.પી.શાહ ગર્વમેન્ટ મેડીકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈએ જણાવ્યું હતું