જામનગરમ હાલ જી.જી. સિવિલ હોસ્પિટલમાં ચાલતા જાતીય શોષણના મામલે મૂળિયા શહેરના પોષ વિસ્તાર એવા શરુ સેક્શન રોડ સુધી પહોંચ્યા છે. શરુ સેક્શન રોડ પર હોસ્પિટલમાંથી મહિલા એટેનડેન્ટને શરુ સેક્શન રોડ પર લઈ જતા હોવાનું પણ સામે આવ્યું છે. તો આ રેકેટનું પગેરું શરુ સેક્શન રોડ પર હોવાથી પાડોશીઓ પણ ત્રસ્ત થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જી.જી. હોસ્પિટલમાંથી બહાર આવેલા લોહીના વ્યાપારના વેપલા પર હોસ્પિટલના ક્યાં દલાલો મોટા માથાઓને છાવરી રહ્યા છે તેની ઊંડાણ પૂર્વક તપાસની પણ માંગ ઉઠી રહી છે. જી.જી. હોસ્પિટલમાં રહેલા દલાલોના કારણે અત્યાર સુધી લગભગ 60 થી 70 જેટલી મહિલા એટેનડેન્ટ ભોગ બની હોવાનું સામે આવ્યું છે.
શરુસેક્શન રોડ પર ચાલતા ગોરખ ધંધામાં કોની સંડોવણી?
60થી 70 જેટલી મહિલા એટેનડેન્ટન ભોગ બન્યા હોવાનો ઘટસ્ફોટ: શરુ સેક્શન રોડ પર પાડોશીઓ પણ ત્રસ્ત
જામનવરની જી.જી. હોસ્પિટલમાં મહિલા એટેનડેન્ટ પર થયેલા શારીરિક શોષણમાં કોન્ટ્રાક્ટ એજન્સીઓના ક્યાં માથાઓના હાથ છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ આ સમગ્ર રેકેટના સૂત્રધાર સુપરવાઈઝર એલ.બી.પ્રજાપતિ શરુ સેક્શન રોડ પર પોતાના સાથી કર્મી નિલેશ બથવારના આવાસના રૂમ પર લઈ જઈ શારીરિક શોષણ કરતા હોવાનું સામે આવ્યું છે. આ અંગે જો સચોટ તપાસ કરવામાં આવે તો ફક્ત સુપરવાઈઝર જ નહીં પરંતુ શરુ સેક્શન રોડ પર ચાલતા અનેક ગોરખ ધંધાઓ પરથી પડદો ઉઠી શકે છે અને અનેક માથા પણ શારીરિક શોષણના આ ગોરખ ધંધામાં ખરડાયેલા હોવાનું પણ બહાર આવી શકે તેમ હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં થયેલી શારીરિક શોષણની ઘટનાના પગલે હવે શહેરના અનેક માથાઓને પણ પરસેવો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જી.જી. હોસ્પિટલમાં રહેલા દલાલો મહિલા એટેનડેન્ટની મજબૂરી ફાયદો ઉઠાવી અભદ્ર માંગણીઓ કરી રહ્યા હતા. જેમાં ક્ધવેન્સ થયેલી યુવતીઓને કેમ શરુ સેક્શન રોડ પર જ લિ જવામાં આવતી ફે સવાલોએ જોર પકડ્યું છે. જી.જી. હોસ્પિટલના સિનિયર સુપરવાઈઝર એલ.બી.પ્રજાપતિ મહિલા એટેનડેન્ટ પાસે અભદ્ર માંગણીઓ કરતા હતા. ત્યાર બાદ શરુ સેક્શન રોડ પર આવેલા પોતાના કર્મચારી નિલેશ બથવારના રૂમ પર જુદા-જુદા બહાને લઈ જઈ મહિલા એટેનડેન્ટનું શારીરિક શોષણ કરતા હોવાનું હોસ્પિટલના તબીબ દ્વારા જ જણાવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ચાલતા રેકેટનું પગેરું છેક શરુ સેક્શન રોડ પર નીકળ્યું છે. મુખ્યમંત્રીના આદેશ બાદ જામનગર કલેકટર દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને એક તપાસ કમિટીની રચના કરવામા આવી છે. આ કમિટીમાં પ્રાંત અધિકારી, એએસપી અને ડેન્ટલ કોલેજના ડીનનો સમાવેશ કરાયો છે. કમિટી દ્વારા હાલ મહિલા એટેન્ડન્ટના નિવેદન લેવાની શરૂઆત કરવામા આવી છે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા એ જણાવ્યું છે કે, જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડ માં કાર્યરત એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણી ના આક્ષેપો સંદર્ભેની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઈને આ બનાવમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. કસૂરવાર સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જામનગરની કોવિડ હોસ્પિટલમાં મહિલા એટેન્ડન્ટ દ્વારા સુપરવાઈઝર પર લગાવાયેલા કથિત યૌન શોષણના આરોપ બાદ હવે એક તબીબ પણ મહિલા એટેન્ડન્ટના સમર્થનમાં આવ્યા છે. ઇંછ અને એડમીન ઓફિસના સ્ટાફ દ્વારા મહિલા એટેન્ડન્ટનું શોષણ થતું હોવાનો આક્ષેપ કરાયો છે. તબીબ દ્વારા નામજોગ આક્ષેપ કરાતા ખળભળાટ મચ્યો છે. જો પોતાની પ્રાયવસી જળવાઈ રહે તો તબીબે કલેકટરે નિમેલી કમિટી સમક્ષ પોતાનું નિવેદન આપવા પણ તૈયારી બતાવી છે. મીડિયા સમક્ષ તબીબ દ્વારા કરવામા આવેલી શબ્દશ: વાતચીત આ મુજબ છે.તબીબ- અત્યારે તમે જીજી હોસ્પિટલના જે ન્યૂઝ સાંભળો છો તે સત્ય છે.
ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે મને ખબર છે. એમાંથી હું કહું છું કે, ઇંછ ઓફિસમાં છે ઇંછ સુપરવાઈઝર તે આપણે ઇંછ મેનેજર કહીએ એલ.બી. પ્રજાપતિ, તેમના ફ્રેન્ડ પારસ રાઠોડ, રવી ડેર, નંદન અને એક ફિમેલ દિવ્યા કટારિયા છે. એ લોકો આવી રીતે ગર્લ્સનું શારીરિક શોષણ કરતા હતા.એ લોકો કોઈ એવી ગર્લ્સ હોય કે તેને, તેના માટે જબરદસ્તી કરે તમારે અહીં જોબ કરવી હોય તો મારા જોડે આવા રિલેશન રાખવા જોશે.
જી.જી.હોસ્પિટલ ઘટના મુદ્દે તપાસ સમિતિ રચતા મુખ્યમંત્રી
જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઝથી ભરતી કરાયેલા અટેન્ડેટમાં મહિલા અટેન્ડન્સના જાતીય શોષણના થયેલા આરોપથી રાજય સરકાર પણ હચમચી ગઇ છે અને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અઘ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટની બેઠકમાં સમગ્ર ઘટના અંગે ગંભીરતાથી તપાસ હાથ ધરવા આદેશ અપાયા છે.
જી.જી.હોસ્પિટલ વિવાદ અંગે આજે ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક નિવેદનમાં કહ્યું હતું કે કેબીનેટમાં આ ઘટનાની નોંધ લેવાય છે અને સત્ય જાણવા માટે આરોગ્ય કમિશ્નરને કમિટીનું ગઠન કરવા સૂચના અપાય છે જેના આધારે જામનગરના પ્રાંત અધિકારી ઉપરાંત જામનગર પોલીસના એએસપી અને મેડીકલ કોલેજના ડીન સંયુકત રીતે તપાસ કરીને સરકારને અહેવાલ આપશે અને તેના આધારે પગલા લેવામાં આવશે.
શ્રી જાડેજાએ કહ્યું કે આ પ્રકારની ઘટના સરકાર ચલાવી લેશે નહી. એટેન્ડન્સની ફરિયાદ મુખ્યમંત્રી સુધી આવી હતી અને વિજયભાઇ રૂપાણીએ તેને ગંભીરતાથી લઇ તપાસના આદેશ આપ્યા હતા અને જો તેમાં કોઇ જવાબદાર ગણાશે તો તેની સામે આકરા પગલા લેવાશે.
શારીરિક શોષણનો મામલો ગરમાયો મહિલા એટેન્ડન્ટો નિવેદન આપવા પહોંચી
જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઇઝથી નોકરીમાં રખાયેલા એટેન્ડન્ટોને છૂટા કરી દેવાયા બાદ કેટલીક મહિલા એટેન્ડન્ટોએ શારીરિક શોષણના આક્ષેપો કરતા ભારે ખળભળાટ મચ્યો છે. આ મામલે એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઇએ આક્ષેપો કરનાર મહિલા એટેન્ડન્ટોને નિવેદન લખાવવા અને પોલીસ ફરિયાદની છૂટ આપતા આખરે આજે સવારે 11 વાગ્યા બાદ આ વિવાદ સંદર્ભે કેટલીક મહિલા એટેન્ડન્ટો નિવેદન લખાવવા મેડિકલ કોલેજ ખાતે પહોંચી હતી અને વારા-ફરતી ડીન ચેમ્બરમાં નિવેદન લેવાની કામગીરી પણ શરૂ થઇ છે.