જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાં ટ્રાફિકની વચ્ચે ફસાયેલી એમ્બ્યુલન્સની ફોટોગ્રાફી કરવા મામલે પ્રેસ ફોટોગ્રાફર તથા સિક્યુરિટી ગાર્ડ વચ્ચે રકઝક થઈ હતી, અને મામલો હોસ્પિટલના તંત્ર સુધી પહોંચ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની સૌથી મોટી 2 નંબર ગણાતી જી.જી હોસ્પિટલ ખાતે દર્દીઓનો રાતદિવસ ઘસારો રહે છે, આ માટે જિલ્લા વહીવટી તંત્ર અને હોસ્પિટલ વિભાગ દ્વારા આ તમામ વિસ્તારોમાં સિક્યુરિટી સ્ટાફ ફાળવાયો છે.પરંતુ ઓટોરિક્ષા અને પ્રાઇવેટ ગાડીઓ વાળા આડેધડ વાહન પાર્ક કરી ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતા હોય છે. જેનું મીડિયા ની ટીમ કવરેજ કરવા ગયા હતાં, તે દરમિયાન સિક્યુરિટી ગાર્ડ વાહનોને દૂર કરવાની જગ્યાએ મીડિયા પાસેથી આ વિસ્તારમાં ફોટો કે વિડીયો કરવાની પરમિશન માંગવામાં આવી હતી અને અટકાવ્યા હતા.
અગાઉના કલેકટર દ્વારા જી.જી. હોસ્પિટલના કેમ્પસમાં ઓટો રીક્ષા અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ જેવા વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા હોવા છતાં પણ આડેધડ વાહનો પાર્ક કરી ઇમર્જન્સી સારવાર માટે આવતા દર્દીઓને અડચણરૂપ કેમેરામાં કેદ થયું હતું. જેનું કવરેજ કરતી વખતે અટકાવ્યા હતા. જેથી રકઝક થઈ હતી.