જામનગર સમાચાર
જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસ નિમિત્તે નિશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં સાંસદ પૂનમબેન માડમે જન્મદિવસે મોટો સંકલ્પ જાહેર કર્યો છે . હાલરના 1008 કુપોષિત બાળકોને દત્તક લેવાની સાંસદ પૂનમબેન માડમની પ્રેરણાદાયી જાહેરાત કરી . સર્વરોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા . ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા . વિવાદને નેવી મૂકી ધારાસભ્ય રિવાબાએ પૂનમબેનને ભેટી શુભેચ્છા પાઠવી હતી .