Abtak Media Google News
  • જામનગરના મોહન નગર વિસ્તારમાં વરસાદી પાણી રોકવાનું કોઈ અજાણ્યા શખ્સોનું કારસ્તાન પૂર્વ ડેપ્યુટી મેયરે ખુલ્લું પાડ્યું
  • મોહન નગર શેરી નંબર નવની પાણીના નિકાલની કેનાલમાં ઢાંકણ ખોલી પાણી અવરોધવા મુકેલા બે પેન્ટને બહાર કઢાવ્યા

જામનગર તા ૨, જામનગરના ગુલાબ નગર નજીક મોહનનગર વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઉકેલવા માટે તંત્ર દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી છે, જે પાઇપલાઇનમાં પાણીને અવરોધવા માટેનું કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કારસ્તાન કરવામાં આવ્યું હતું,જે સ્થળે પૂર્વ ડેપ્યુ મેયરે પહોંચી જઈ ઢાકણ ખોલાવીને અંદરથી બે પેન્ટ બહાર કટાવ્યા છે, અને પાણીનો પ્રવાહ પુનઃ ચાલતો કરી દીધો છે.જામનગર 3

ગુલાબ નગર નજીક મોહન નગર શેરી નંબર – ૯, કે જ્યાં ગઈકાલે રાત્રે ચાલુ વરસાદ દરમિયાન પાણી ભરાવાનું શરૂ થયું હતું. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ઉપરોક્ત વિસ્તારમાં પાણીની નિકાલ માટેની પાઇપલાઇન નાખી દેવામાં આવી હતી, પરંતુ તે પાઇપલાઇન માંથી પાણી ઓછું નીકળતું હોવાનું ધ્યાનમાં આવતાં સ્થાનિક કોર્પોરેટર અને જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર ગત રાત્રે વરસતા વરસાદે બનાવના સ્થળે પહોંચ્યા હતા, અને મહાનગરપાલિકાની ટીમને બોલાવીને ઉપરોક્ત પાઇપલાઇનનું ઢાંકણ ખોલાવીને ચેક કરાવતાં કોઈ દ્વારા અંદર બે પેન્ટ ને દબાવીને મૂકી દીધા હતા, જેના કારણે પાણીનો પ્રવાહ રોકાઈ ગયો હતો. તે બંને પેન્ટ બહાર કઢાવીને પાણીનો પ્રવાહ ફરીથી ચાલુ કરી દેવાતાં મોહનનગર શેરી નંબર ૯ માં ભરાયેલા પાણી ધીમે ધીમે ઓસર્યા હતા.

આ બનાવ અંગે તપન પરમાર દ્વારા જામનગરના મ્યુનિ. કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે, અને તે સ્થળના ફોટા વગેરે પુરાવા રૂપે રજૂ કરવામાં આવ્યા છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.