સાગર સંઘાણી
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં રહેતા એક વેપારી યુવાનના મકાન પર પોલીસે દરોડો પાડી મકાનમાંથી ૧૪ નંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કરી લઈ વેપારીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી, કે જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીક મહાકાલ ચોક વિસ્તારમાં રહેતા દિલીપ ઉર્ફે ગૌતમ સત્યપાલ અછરા નામના સિંધી લોહાણા વેપારી યુવાનના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે, તે બાતમીના આધારે ગઈ કાલે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન મકાનમાંથી ૧૪ નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ કબજે કરી વેપારીની અટકાયત કરીને દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે.