જામનગર જિલ્લામાં ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના જિલ્લા લઘુમતી સેલના પ્રમુખ સહિતના પાંચ હોદ્દેદારો, કે જેઓએ પક્ષ વિરોધી કામ કરી અન્ય પક્ષનું કામ સંભાળતા હોવાનું ધ્યાનમાં આવતાં  કોંગ્રેસ પાર્ટીએ તમામ હોદ્દેદારોને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

ગુજરાત વિધાનસભા ની ગત ચૂંટણી માં જામનગર જિલ્લા કોંગ્રસના  કેટલાક જવાબદાર આગેવાનો કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડી વિજેતા થયેલ હોય અને કોંગ્રેસ પક્ષે હોદા આપ્યા હોવા છતાં વિધાનસભાની ચૂંટણીમાં પોતાના અંગત ફાયદા માટે બીજી પાર્ટીનું કામ કરી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને હરાવવા કામ લાગ્યા હોવાનું કોંગ્રેસના ગુજરાત રાજ્યના હોદ્દેદારોને જાણવા મળ્યું હતું.

આવા હોદેદારોને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહીની મળેલ મીટિંગ માં જામનગર જિલ્લા ના લઘુમતી સેલના પ્રમુખ ઈકબાલભાઈ સુમરા, સિક્કાનગરપાલિકા પ્રમુખ જૂસુબ જાકુ બરોયા, કારોબારી સમિતીના ચેરમેન અબ્દુલ કાદર બાપુ, સભ્ય વલીમામદ સિદીક મલેક, અને હેમંતસિંહ જેઠવા વિગેરે ને કોંગ્રેસ પક્ષે ૬ વર્ષ માટે પાર્ટી માંથી સસ્પેન્ડ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.