જામનગર સમાચાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા અંધાશ્રમ પાસે આવેલા ૧૪૦૪ આવાસના ફ્લેટધારકોને તમામ બિલ્ડીંગો ખાલી કરી દેવાયા પછી ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા તમામ મુખ્ય ફ્લેટ ધારકોને રી-ડેવલોપમેન્ટના પ્લાન હેઠળ ૪૦ ટકા વધારા સાથે ના નવા ફ્લેટ વિના મૂલ્ય મળશે, તેમ જ તેટલા સમય સુધીનું નિયત ભાડું પણ ચૂકવાશે તેવી હૈયાધારણાં અપાયા પછી આવાસ ના ફ્લેટ ધારકોની પ્રથમ બેઠક યોજાઇ હતી, અને રી-ડેવલોપમેન્ટ પ્લાન સંદર્ભે વિસ્તૃત ચર્ચા થઈ હતી, અને ફ્લેટ ધારકો પણ સહમત થયા હતા.

જામનગરમાં અંધાશ્રમ પાસેની મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલી ૧૪૦૪ આવાસ યોજના ના ફ્લેટ હાલ જર્જરિત બની ગયા હોવાથી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલીક અસરથી ખાલી કરી દેવાયા હતા. જે ફ્લેટ ધારકો જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીને મળવા માટે ગયા હતા. તે સમયે તેઓએ તમામ મુખ્ય ફ્લેટ ધારકોને મહાનગરપાલિકાના તંત્ર તરફથી નવા ફ્લેટ આપવા માટેની હૈયાધારણાં અપાઈ હતી.WhatsApp Image 2023 09 27 at 12.25.06

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિતના અન્ય પદાધિકારીઓ- અધિકારીઓના પ્રયાસથી હાલમાં ૧૪૦૪ આવાસ વાળી જગ્યા કે જેમાં તમામ બિલ્ડીંગ જર્જરિત થઈ ગયા હોવાથી તે તમામને તોડી પાડવામાં આવશે, અને તે જગ્યા ખુલ્લી કરાવ્યા પછી તે જ સ્થળે રી-ડેવલપમેન્ટના પ્લાન હેઠળ મહાનગરપાલિકા દ્વારા તમામ ફ્લેટ ધારકોને નવા ફ્લેટ બનાવી અપાશે, અને તે પણ ૪૦ ટકા ના વધારા સાથે ફ્લેટનું બાંધકામ કરીને વિના મૂલ્યે આપવામાં આવશે.
એટલું જ માત્ર નહીં જે મુખ્ય ફ્લેટ ધારકો, કે જેઓએ જામનગર મહાનગરપાલિકા સાથે કરાર કરીને અગાઉ ફ્લેટની ખરીદી કરી છે, તે મુખ્ય ફ્લેટ ધારકો કે જેઓને સરકારશ્રીના નિયત થયેલા ભાડા ના દર મુજબના ભાડાની રકમ પણ ચૂકવાશે. જ્યાં સુધી ફ્લેટનો કબજો ન મળે ત્યાં સુધી ભાડા ની રકમ મહાનગરપાલિકા ચૂકવતી રહેશે, તેવી પણ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા હૈયા ધારણા અપાઇ હતી.

મહાનગરપાલિકા દ્વારા આવાસના મુખ્ય મકાન માલિક ને સાથે રાખીને ગઈકાલે એક બેઠક યોજવામાં આવી હતી.
જેમાં જામનગર મહાનગરપાલિકા વતી કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા, તેમજ અરવિંદભાઈ સભાયા, તેમજ જામનગર મહાનગર પાલિકા તરફથી અશોકભાઈ જોશી સહિતના અધિકારીઓની ટીમ હાજર રહી હતી, અને તમામ ફ્લેટ ધારકો સાથે રિ-ડેવલપમેન્ટ ના પ્લાન સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી, જેમાં મોટાભાગના ફ્લેટ ધારકો સાથે સહમતિ સધાઈ હતી, અને નજીકના ભવિષ્યમાં જ રી- ડેવલપમેન્ટ નો પ્લાન હાથ ધરીને તેઓને ૪૦ ટકા ના વધારા સાથે તે જ સ્થળે નવા ફ્લેટની ફાળવણી કરવામાં આવશે, તેવી પણ હૈયાધારણા અપાઇ હતી.

જેઓએ મહાનગરપાલિકામાં હજુ રકમ ભરપાઈ કરવાની બાકી છે, તેવા ૮૦ ટકા થી વધુ ફ્લેટ ધારકો કે જેઓને બાકી રોકાતી રકમ ભરપાઈ કરવાની પણ તાકીદ કરવામાં આવી હતી.સાથે સાથે ટેક્સ વગેરેમાં સંપૂર્ણપણે વ્યાજ માફીની પણ જાહેરાત કરવામાં આવી હતી.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.