સાગર સંઘાણી
1લી મેના દિવસે ગુજરાત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતની 1947માં આઝાદી બાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યોની રચના કરવામાં આવી. 1960માં મુંબઇના મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું. આ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો સમાવેશ કરવામાં આવ્યો.
આમ 1મેની આપણે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. ત્યારે આ વર્ષે જામનગરમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર કાર્યક્રમને આખરી આપવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાથો સાથ ફાઇનલ પરેડ પણ યોજાઇ રહી છે.
આજે સવારે જામનગર જિલ્લાના પોલીસ તંત્ર, હોમગાર્ડ, જીઆરડીના જવાનો, એસએસબીના જવાનો તેમજ એસઆરપી વગેરેની ટીમ દ્વારા ફાઈનલ રિહર્સલ ના ભાગરૂપે ની પરેડ યોજાઇ હતી, અને ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધીમાં અનેક જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત આ પરેડ દરમિયાન એસએસબી ના જવાનો સહિતના કાફલા દ્વારા બાઈક પર હેરત ભર્યા પ્રયોગો નું પણ નિદર્શન કરાયું હતું.બાઈક રાઈડરો દ્વારા ગૌરવ પથ માર્ગ પર અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, અને ચાલુ બાઇક પર હેરત ભર્યા પ્રયોગો સાથેનું ફાઇનલ રિહર્સલ કરાયું હતું.
તેને જોવા માટે અનેક લોકો ગૌરવ પથ માર્ગ પર જોડાયા હતા.જોકે આજે વહેલી સવારથી ટાઉનહોલ સર્કલથી સાત રસ્તા સર્કલ સુધીનો માર્ગ પબ્લિકની અવરજવર માટે બંધ કરાયો હતો, અને સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી હતી.