- જીરું, ઘઉં, ચણા સહિતના અન્ય પાકોની વાવણીની શરૂઆત
- ઉપજ સારી થાય તેવી આશા વ્યક્ત કરાઈ
- કમોસમી વરસાદના કારણે રવિ પાકના વાવેતરમાં વિલંબ થયો
- વરસાદના કારણે મગફળીના પાકને થયું નુકસાન
જામનગર જિલ્લાના ગામડાઓમાં ખેડૂતોએ રવિપાકના વાવેતરની શરૂઆત કરી છે. ખાસ કરીને ગુજરાતમાં કમોસમી વરસાદ પડતા 15થી 20 દિવસ બાદ મગફળી અને કપાસની જણસીઓના ઉતારા કરવામાં આવ્યા હતા. ત્યારે જિલ્લામાં ખેડૂતોએ રવિપાક વાવેતરના શ્રી ગણેશ કર્યા છે. આ સાથે જ જોડિયા તાલુકાના જોડીયા, બાદનપર, હડીયાણા, વાવડી, કુનડ ગામના લોકોએ પણ જીરું, ઘઉં, ચણા સહિતના અન્ય પાકોની વાવણીની શરૂઆત કરી છે. તેમજ ઉપજ સારી થાય અને તેને પોષણશ્રમ ભાવ પૂરતા મળે તેવી આશા વ્યક્ત કરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર; જામનગર જિલ્લાના ગામડાઓમાં ખેડૂતોએ રવિપાકના વાવેતરની શરૂઆત કરી છે. ખાસ કરીને ગુજરાતમાં કમોસમી વરસાદ પડતા 15થી 20 દિવસ બાદ મગફળી અને કપાસની જણસીઓના ઉતારા કરવામાં આવ્યા હતા ત્યારે ખેડૂતો દ્વારા જામનગર જિલ્લામાં લાભ પાંચમ બાદ ખેડૂતોએ રવિપાક વાવેતરના શ્રી ગણેશ કર્યા છે.
લાભ પાંચમે ગુજરાતમાં સૌભાગ્ય પંચમી કે જ્ઞાન પાંચમી તરીકે માનવામાં આવે છે દિવાળીના તહેવાર બાદ સૌ લોકો આજે પોતાના ધંધા અને રોજગાર ખુલ્લા મૂકી અને નવા વર્ષની શરુ કરે છે તો બીજી બાજુ ખેડૂતો પણ રવિપાક એટલે કે શિયાળુ પાકના વાવેતરની શરૂઆત કરે છે. પરંતુ આ વર્ષે ગત માસમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના ઉભા પાકને નુકશાનીનો વારો આવ્યો હતો. જે ખરીફ પાકનો ઉતારો દિવાળી સુધી લંબાતા ખેડૂતોને રવિપાક વાવેતર કરવાનો સમય મોડો થયો છે.
ત્યારે જામનગર જિલ્લામાં ખેડૂતોએ આજે રવિ પાક એટલે કે શિયાળુ પાકના વાવેતરની શરુઆત કરી છે. જામનગરના જોડિયા તાલુકાના ગામના લોકોએ જીરુંનું વાવેતર આજથી શુભ મુહૂર્ત પર કર્યું છે. આ સાથે જ જોડિયા તાલુકાના જોડીયા, બાદનપર, હડીયાણા, વાવડી, કુનડ ગામના લોકોએ પણ જીરું, ઘઉં, ચણા સહિતના અન્ય પાકોની વાવણીની શરૂઆત કરી છે. આજે સૌ ખેડૂતોએ ખેતરમાં પહોંચી શ્રી ફળ વધેરી અને વાવણી ની શરુઆત કરી છે. સારા વરસાદ બાદ રવિપાકની સીઝન ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બનશે. આજથી ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી તેની ઉપજ સારી થાય અને તેને પોષણશ્રમ ભાવ પૂરતા મળે તેવી આશા વ્યક્ત કરી છે. ખેડૂતો કહી રહ્યા છે કે મગફળી પાક માં ભારે નુકસાની તેમજ ભાવ ઓછા આવતા ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે આ ખરીફ પાકમાં સારું એવું ઉત્પાદન આવે અને સારા એવા ભાવ મળે
રિપોર્ટર:- સાગર સંઘાણી