• હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ શરુ
  • ટેકાના ભાવે ખરીદી થતાં ખેડૂતો ખુશખુશાલ
  • તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ મારફતે કરાયો ખરીદીનો પ્રારંભ

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ માં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાતાં ખેડૂતો ખુશખુશાલ

Jamnagar: Farmers happy as purchase of groundnut at support price started in Hapa Marketing Yard

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે તા.14 નવેમ્બરનાં રોજ સરકારના ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભ પ્રારંભ કરાયો છે. જામનગરના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ મારફતે સવારે 9 વાગ્યાથી શુભારંભ થયો હતો.

 

જેમાં જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ મુંગરા, તથા માર્કેટ યાર્ડના પ્રમુખ મુકુંદ સભાયા હાજર રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં જામનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ દ્વારા મગફળીના ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરી દેવાયો છે.

Jamnagar: Farmers happy as purchase of groundnut at support price started in Hapa Marketing Yard

જેમાં મગફળી ખરીફ -24 નું સમર્થન મૂલ્ય 6783 પ્રતિ ક્વિન્ટલ નિર્ધારિત કરાયું છે. આ ઉપરાંત સોયાબીન ખરીફ -24 માટે સમર્થન મૂલ્ય 4,892 પ્રતિક કવીંટલ, અડદ ખરીફ-24 માટે 7,400 પ્રતિ કવીંટલ તેમજ મગ ખરીફ માટે 8682 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરાયા છે. અને સ્થળ પર જ લેબોરેટરી ટેસ્ટિંગ કરીને ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી રહી છે.

અહેવાલ : સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.