- મકરસંક્રાંતિ પર્વની ઉજવણી અંગે વીજ તંત્ર બન્યું સજ્જ
- બે-ધ્યાન થઈને અકસ્માતને બનતા અટકાવી શકાય
ઉત્સાહ અને ઉલ્લાસના પર્વ ઉતરાયણ અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેને લઈને જાત જાતની અને ભાત ભાતની પતંગ બજારમાં આવી છે. આ ઉપરાંત મકરસંક્રાંતિને લઈ અનેક પ્રકારના પતંગ ઉડાવતા સમયે વગાડવામાં આવતા વાજંત્રો સહિતના મનોરંજનના સાધનો પણ બજારમાં આવ્યા છે. ત્યારે ઉત્સાહ અકબંધ રહે તે સાવચેતીપૂર્વક મકરસંક્રાંતિની ઉજવણી કરવા માટે જામનગર વીજ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ પતંગ ઉડાડવા માટે મેગ્નેટિક ટેપ,મેટાલિક યાર્ન ,જરીના દોરા, ભીના દોરા,ચાઇનીઝ દોરા કે કેમિકલ યુક્ત માંજાનો ઉપયોગ કરવો નહિ આમ અનેક સુચનનું પાલન કરવા વીજ તંત્રએ જણાવાયું છે. આ દરમિયાન બેધ્યાન થઈને અકસ્માતને બનતા અટકાવી શકાય છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ઉત્સાહ અને ઉલ્લાસના પર્વ ઉતરાયણ અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેને લઈને જાત જાતની અને ભાત ભાત ની પતંગ બજારમાં આવી છે આ ઉપરાંત મકરસંક્રાંતિને લઈ અનેક પ્રકારના પતંગ ઉડાવતા સમયે વગાડવામાં આવતા વાજંત્ર સહિતના મનોરંજનના સાધનો પણ બજારમાં આવ્યા છે. ત્યારે ઉત્સાહ અકબંધ રહે તે સાવચેતીપૂર્વક મકરસંક્રાંતિની ઉજવણી કરવા માટે જામનગર વીજ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના સુપ્રિટેન્ડીંગ એન્જિનિયર અસિત વ્યાસે જણાવ્યું કે બાળકો અને યુવાઓના પ્રિય તહેવાર ઉત્તરાયણના આગમનને લઈ અત્યારથી જામનગરની બજારમાં પતંગનું આગમન થઈ ચૂકયું છે. ત્યારે આગામી 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવશે અને જામનગરનું આકાશ રંગબેરંગી પતંગથી ચમકી ઉઠશે. આ પરિવારનો ઉલ્લાસ અકબંધ રહે તે માટે હંમેશા વીજ વાયરની આજુબાજુમાં પતંગ ઉડાવવા ન જોઈએ. વીજ નેટવર્કની નીચે ક્યારેય પણ પતંગ ઉડાડવાનો જોઈએ.
વીજ લાઈનના જ્યારે બે તાર ભેગા થાય ત્યારે સ્પાર્ક અને શોર્ટ સર્કિટ થવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે. આથી ખાસ બાળકોએ ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાવવા જોઈએ સાથેજ પીજીવીસીએલના ઇલેક્ટ્રિક નેટવર્કથી હંમેશા સલામત અંતર જાળવવું જોઇએ. વીજતાર,વીજપોલ કે ટ્રાન્સફોર્મર સેંટર પર પતંગ કે તેનો દોરો ફસાયેલ હોય તો તેને કાઢવાની કે ખેંચવાની ક્યારેય કોશિશ કરવી જોઈએ.
વધુમાં પતંગ ઉડાડવા માટે મેગ્નેટિક ટેપ,મેટાલિક યાર્ન ,જરીના દોરા, ભીના દોરા,ચાઇનીઝ દોરા કે કેમિકલ યુક્ત માંજાનો ઉપયોગ કરવો નહિ. પતંગ આંબવા કે પકડવા માટે લોખંડ કે ધાતુનો પાઈપ કે તાર પણ ન વાપરવો જોઈએ. આમ અનેક સુચનનું પાલન કરવા જણાવાયું છે. મહત્વનું છે કે પતંગ માટે ખાસ પ્રકારનું ધાબુ પસંદ કરવું જોઈએ. જેમાં સેફ્ટી હોય આથી પતંગ ઉપર હોય ત્યારે બેધ્યાન થઈ ને અકસ્માત ને બનતા અટકાવી શકાય છે.
અહેવાલ: સાગર સંઘાણી