સહકારી ક્ષેત્રના રાજકારણના ભારે ગરમાવા વચ્ચે આજે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવી હતી. જેમાં જામનગરના પ્રવિણસિંહ ઝાલા અને જમનભાઈ ભંડેરી વરણી કરાઇ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કાયદામાં ગત વર્ષ આવેલા ફેરફારોને કારણે હાલમાં હોદ્દા પર રહેલા ધારાસભ્ય સહિતના હોદ્દેદારોને પદ છોડવું પડ્યું હતું.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી ચેરમેન તરીકે પ્રવિણસિંહ ઝાલા અને વાઇસ ચેરમેન જમનભાઈ ભંડેરીની વરણી કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ગરમાવા વચ્ચે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થઈ હતી. કાયદા મુજબ આજે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે 11:30 વાગ્યે યોજાયેલી ચૂંટણીમાં વર્ષ પહેલાં ચૂંટાયેલા 17 ડિરેક્ટરોને સાથે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે પ્રવિણસિંહ ઝાલા અને વાઇસ ચેરમેન તરીકે જમનભાઈ ભંડેરીની વરણી કરવામાં આવી છે. જ્યારે જામનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં રાજ્યમંત્રી હકુભા જાડેજા અને ધારાસભ્ય તથા પૂર્વ ચેરમેન રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રસાકસી અને રાજકારણ ગરમાયું બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી. આ નિમણૂક બાદ મંત્રી હકૂભાએ અભિનંદન આપ્યા હતા.

પ્રવિણસિંહ ઝાલા વર્ષો હાપા માર્કેટિંગ યાર્ડમાં ડાયરેક્ટર તરીકે રહી ચૂક્યા છે અને જામનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં પણ વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે અને હાલ જામનગર જિલ્લા બેંક ખાતે ડાયરેક્ટર કાર્યરત છે. જ્યારે જમનભાઈ ભંડેરી હર્ષદપુર ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે તેમજ માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર તરીકે કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.