શનિ મંદિરના કામનું ચાર ચાર વખત ખાતમુહૂર્ત છતાં વિકાસ નહીં

રસ્તા સહિતના વિકાસ કામોના બદલે માત્ર વાતો જ થતા ગ્રામજનો કાળઝાળ: ગ્રામજનોનો સામૂહિક નિર્ણય

ભાણવડ તાલુકામાં આવેલા અને શનિદેવના જન્મ સ્થાન તરીકે ખ્યાતિ પામનાર હાથલા ગામના નાગરિકોએ આગામી તા. ૨૮ ના રોજ યોજાયેલી પંચાયતની ચૂંટણીના બહિષ્કારની જાહેરાત રી છે. આ મામલે સ્થાનિક સત્તાવાળાઓને પાઠવાયેલા આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે, આ ગામની ગ્રામ પંચાયત દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સૂચવવામાં આવેલા ૩૯ નામો પૈકી ૨૪ નામો જુદા જુદા કારણોસર રદ કરી નાખવામાં આવ્યા છે. સિવાય છેલ્લા ૧૮-૧૮ વર્સથી આ ગામના વિકાસના કામો થયા નથી.

ઉલ્લેખનીય છે કે, શનિધામ તરીકે હાથલા ગામની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે અને શનિની પનોતિ ઉતારવા તેમજ દર્શ માટે વિશાળ સંક્યામાં શ્રધ્ધાળુઓ દુર દૂરથી મોટી સંખ્યામાં આવે છે ત્યારે હાથલાને જોડતા માર્ગો અંત્યંત બિસ્માર કે ગાડામાર્ગ જેવી સ્થિતિમાં જ છે જે અંગે અનેક રજૂઆતો છતાં આજ સુધી રસ્તાના કામો કરવામાં આવ્યા નથી.

જે જે રસ્તાના કામો કરવા જોઈએ તે પણ થયા નથી જેમાં હાથલાથી મોરના ગામને જોડતો રસ્તો, હાથલાથી ખાંભોદરનો રસ્તો, પારાવાડાનો અધુરો રસ્તો પૂર્ણ કરવામાં નથી આવ્યો. ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ માટે શનિ દર્શે આવેલા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કરવામાં આવતાં ગ્રાન્ટનો અભાવ હોઈ આ ગ્રામ પંચાયત બિલ્ડીંગ પ્રવાસન વિભાગના ખર્ચે બનાવવાનું જાહેર કરેલું પરંતુ ત્યાર બાદ આ અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. હાથલાના આરોગ્ય કેન્દ્રના બિલ્ડીંગનું કામ બે વર્ષથી અધુરૂ પડ્યું છે. સુવિધા પથની યોજના અંતર્ગત રસ્તાની કરેલી માંગણી અંગે કોઈ નિર્ણય નથી આવેલો તેમજ રાજીવગાંધી ભગવન બનાવવાની માંગણીનો પણ કોઈ નિર્ણય નથી થયો.

સૌથી અગત્યનું તો એ છે કે, સુપ્રસિધ્ધ શનિ મંદિરના વિકાસના મુદ્દે ગ્રામજનોે બહુ મુર્ખ બનાવવામાં આવ્યા છે. શનિ મંદિરના વિકાસના કામ બાબતે એક જ કામનું ગુજરાત સરકારના મંત્રીઓએ ૪-૪ વખત ખાતમુહુર્ત તો કર્યું છે. પરંતુ આજ સુધી એ ખાતમુહૂર્ત પછી કોઈ લિકાસ કરવામાં જ આવ્યો નથી. આ અને આવી અનેક સમસ્યાઓે લઈને ગ્રામજનોમાં ભારે રોષ ભભુકેલો હોઈ ગત તા. ૨૧ ના રોજ મીટીંગ મળી હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કારકરવાનો નિર્ણય કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.