જર્જરીત મકાનો જમીનદોસ્ત થતા એસ્ટેટ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો: સદ્નશીબે કોઈ જાનહાની નહી

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા ઘાંચીવાડ નજીક બે મજલા ઇમારત ચોમાસામાં બુધવારના સવારના એકાએક ધરાશાઇ થઇ જતાં તેમાં રહેલા ત્રણ વ્યકિતઓને સામાન્ય ઇજા થવા પામી હતી. બનાવની જાણ થતાં મહાપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાંટમાળ દુર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતાં. જામનગર શહેરના કાલાવડ નાકા બહાર ઘાંચીવાડ નજીક મોટી મજીદ પાસે અનીફ નુરમામદ તૈલી અને ઇકબાલ સુલેમાન તૈલીનું બે માળનું મકાન ચોમાસાના વરસાદમાં એકાએક જમીન દોસ્ત થઇ ગયું હતું. જર્જરીત મકાન જમીનદોસ્ત થતા તાત્કાલિક મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાટમાળને દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઘડાકાભેર મકાન તુટી પડતા ઘાંચીવાડમાં લોકોના ટોળા ઉમટી પડયા હતાં. આ ઉપરાંત શહેરના વંડાફળી શેરી નં. ૨ ગરબી ચોકમાં મયુર ભરતભાઇ રાઠોડના દેવકૃપા મકાનની છત અને આગળનો રવેશ એકા-એક ધરાશાઇ થઇ જતા લોકો ગરબી ચોકમાં દોડી આવ્યા હતાં અને વરસાદના લીધે રાહદારીઓની અવર-જવર ઓછી હોવાથી જાનહાની થવા પામી ન હતી તથા ત્રણ દરવાજા પાસે આવેલ એક દુકાનનો રવેશ પડી જવા પામ્યો હતો. આમ ચોમાસાના પગલે શહેરમાં આવેલ જર્જરીત ઇમારતો ધરાશાઇ થઇ રહી હોવાથી તંત્ર દ્વારા આવી ઇમારતો સામે નોટીસ પાઠવી કામગીરીને સંતોષ માની લીધી હતી. પરંતુ ચોમાસ દરમિયાન આમ ઇમારતો ધરાશાઇ થવા લાગતા લોકોમાં તંત્ર સામે રોષની લાગણી જન્મી છે કે, નોટીસ બજાવી કામગીરી સંતોષી લેતા અધિકારીઓ શું કોઇ જાનહાની થશે તો જ આવી ઇમારતો સામે પગલા લેવા મેદાનમાં ઉતરશે તેમ ચર્ચાએ જોર પકડયું છે.

જામનગરમાં સતત બે દિવસ વરસાદથી ૧૦૮ વીજથાંભલા જમીનદોસ્ત થયા હતાં.૧૯૭ વીજ ફીડરો ક્ષતિગ્રસ્ત થતા ૧૦૮ ગામાં પુરવઠો ખોરવાયો હતો.પવન સાથે વરસાદના કારણે વીજલાઇન, વીજપોલ ધરાશાહી થતાં તેમજ ટ્રાન્ફોર્મરમાં ક્ષતિથી વીજકંપનીને મોટું નુકશાન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.