જામનગરમાં દ્વારકા બાયપાસ હાઇવે પર ઠેબા ચોકડી નજીક જેસીઆર એન્ટરટેઇનમેન્ટ ઝોન શરૂ થયું છે. અહીંયા પ્રથમ મલ્ટીપ્લેક્ષની સાથે ડ્રાઇવ ઇન સિનેમા હોવાનો દાવો કરાયો છે. 600 પુશબેફસીટના ઓડિટોરિયમ અને 160 કાર પાર્કિગની સુવિધા ઉપરાંત, અમેરિકન એલોકટ્રો વોઇસ નામની લગાવાયેલી ઓડિયો સિસ્ટમ પણ અમેરિકાથી આયાત કરેલી છે, જે દેશની પ્રથમ આધુનિક સાઉન્ડ સિસ્ટમ છે.જેસીઆર ગૃપના ડાયરેકટર ઇલેશભાઇ ભદ્રાએ વતન જામનગર પ્રત્યેની ભાવનાથી પ્રેરાઇને ઠેબા ચોકડી નજીક આ વિરાટ ઝોનનું નિર્માણ કર્યુ છે.
ગો કર્ટ, ગેમ ઝોન, શોપિગ મોલ, પીવીઆર સિનેમા, ડ્રાઇવ ઇન સિનેમા, હોટલ ધી ફર્ન સહિતના સાત ઝોનનો એમાં સમાવેશ થાય છે.1600થી વધુ શો અને સિનેમા, નાટક તથા સિરિયલ્સનો 42 વર્ષનો અનુભવ ધરાવતા પ્રેસિડેન્ટ ભાર્ગવભાઇ જોષીએ જેસીઆર સિનેમાને જામનગરનું અદ્યતન પિકનિક પોઇન્ટ ગણાવ્યું છે.
રમણિકભાઇ ભદ્રાની પીઢતાનો નિચોડ અને મનનભાઇ ભદ્રાના આધુનિક ટેકનોલોજી તેમ જ સૂઝ-બૂઝથી જામનગરની જનતા આનંદના એક નવા પરિમાણની અનૂભૂતિ કરશે. જેસીઆર ગૃપ દ્વારા સરકારના પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત ઇલેકટ્રીક ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોને ચાર્જ કરવાનું સ્ટેશન પણ બનાવાયું છે, જે રાજ્યનું પ્રથમ ઇલેકટ્રીક સાર્જિગ સ્ટેશન હોવાનો દાવો કરાયો છે.