ગઝલ વિશ્વના મહાન શાયર ર‘નાઝીર દૈખેયા’નું સમગ્ર સર્જનનું પોત્ર દ્વારા કરાયુ નવસર્જન
નાનપણથી અનાથ બિંદુ હોવા છતાં પરમકૃપાળુની અસીમ કૃપા પામી ગુજરાતી ગઝલ વિશ્વમાં સાગર સમાન સ્થાન પામનાર સર્વપ્રિય શાયર ’નાઝિર’ દેખૈયાનું સમગ્ર સર્જન એમના જ પૌત્ર અને ખુદ હરફનમૌલા એવા વ્યવસાયે સર્જન ડો. ફિરદૌસ દેખૈયાએ ’… એ વાત મને મંજૂર નથી’ શીર્ષક સાથે સંપાદિત કરી સમગ્ર વિશ્વમાં વસતાં ગુજરાતી સાહિત્યપ્રેમીઓને અમૂલ્ય ભેટ આપી છે. જામનગરમાં આ પુસ્તકનું લોકાર્પણ જામનગરની જાણીતી સામાજિક – સાહિત્યિક સંસ્થા ’માનવ ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે.
ઋષિકવિ રાજેન્દ્ર શુકલ, અમૃત ઘાયલના શિષ્ય એવા પ્રતિષ્ઠિત કવિ રાજ લખતરવી, નાઝિર સહિત અસંખ્ય સાહિત્ય-સંગીતસર્જકોને પ્રોત્સાહિત કરનાર બારદાનવાલા પરિવારમાંથી જાણીતા ઉદ્યોગપતિ ચંદુભાઈ, જામનગરનું અદકેરું ઘરેણું એવા કવિ-ઈતિહાસકારશ્રી સતીશચંદ્ર વ્યાસ ખાસ ઉપસ્થિત રહેશે અને નાઝિરની જન્મશતાબ્દી નિમિત્તે સંગ્રહનું લોકાર્પણ કરશે. માનવ ફાઉન્ડેશનનાં પ્રમુખ જલ્પા એ. મહેતા દ્વારા જામનગરની સર્વે સાહિત્ય અને સંગીતપ્રેમી જનતાને તા. 25 જૂન 2022 શનિવારે સાંજે 6.00 કલાકે ધીરૂભાઈ અંબાણી વાણિજ્ય ભવન, જામનગર ચેમ્બર હોલ, રાજકોટ હાઈવે ખાતે પધારવા હાર્દિક નિમંત્રણ અપાયું છે.