પોતાના હક્ક માટે હડતાળ ઉપર ઉતરેલા રેસિડેન્ટ ડોકટરોને ક્યાંયને ક્યાંય ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. પહેલા હોસ્ટેલમાં લાઈટ, પાણી જેવી સુવિધા બંધ કરી, ત્યા બાદ અડધી રાત્રે તબીબોના રુમ ખાલી કરાવા અને હવે પોલીસને વચ્ચે લાવ્યા હોવાની વિગતો સામે આવી છે.
મહિલા પોલીસ સહિત તમામ કાફલો મેડિકલ કોલેજના પટાંગણમાં આવી પહોંચ્યો હતો. અને હડતાળ ઉપર ઉતરેલા તબીબોના નામ સહીતની માહિતી એકત્ર કરવામાં આવી હતી.આ અંગે હડતાળ પર ઉતરેલા તબીબોએ જણાવેલ કે, અમારો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અહીં આવી પહોંચેલા પોલીસ તંત્રએ તમામ તબીબોની નામ તથા ક્યા ક્યા ડિપાર્ટમેન્ટના ડિગ્રી ડોક્ટરો છે સહીતની તેમની માહિતી એકત્ર કરી છે.
મેડિકલ કોલેજના બોન્ડેડ તબીબોની હડતાળ યથાવત છે. અને તબીબો તેમની માંગ પર અડગ છે ત્યારે સરકાર દ્વારા તબીબી પર દબાણ લાવવા આકરા પગલા લેવાનું શરૂ કર્યું છે. આજે સરકારની કાર્યવાહી સામે તબીબોએ કાળા કપડાં ધારણ કરીને મેડિકલ કોલેજના પટાંગણ ધરણા પણ બેસી બ્લેક ડે મનાવ્યો હતો. હોસ્ટેલમાં ખાલી કરવાની નોટિસ અને વીજળી પાણી સપ્લાય બંધ કરી દેવાના પગલેથી તમામ તબીબોમાં ભારે રોષ ફેલાયો છે.
હોસ્ટેલમાં 72 તબીબોને લાઇટ પાણી સહિતની સુવિધાઓ નહીં મળે તેવી તંત્ર દ્વારા કાર્યવાહી કરાતાં તબીબોએ કાળા કપડાં ધારણ કરીને મેડિકલ કોલેજના પટાંગણ ધરણા પણ બેસી બ્લેક ડે મનાવ્યો હતો . જોકે, બીજી તરફ આ 72 તબીબો વગર બીજા બધા તબીબોની લાઈટ પાણી જેવી તમામ સુવિધા કાર્યરત કરી દેવામાં આવી છે.