ગુજરાત રાજ્યમાં રોજગાર નીતિને ધ્યાનમાં રાખીને રોજગાર ક્ષેત્રે યુવાનોનું પ્રતિનિધિત્વ વધે તે ઝુંબેશ સ્વરૂપે તા.૦૭-૦૨-૨૦૧૮, બુધવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઇ.ટી.આઇ. કેમ્પસ, બસ સ્ટેન્ડ સામે, જામનગર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો રાખવામાં આવેલ છે.
આ ભરતીમેળામાં જુદા જુદા સર્વિસ સેક્ટરના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેનાર છે તેમજ રોજગારવાંચ્છુ ઉમેદવારો પોતાના પગભર થઇ શકે અને પોતાનો ધંધો-રોજગાર સ્થાપિત કરી શકે તે માટે સ્વરોજગાર શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળા-સ્વરોજગાર શિબિરમાં ધોરણ ૧૦, ૧૨ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉમરમર્યાદા ૧૮ થી ૩૫ રહેશે.
નોકરીદાતાઓ સ્થળ પર હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર જ પસંદગી કરશે. આ જોબફેરમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહી શકાશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ બાયોડેટા સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવુ. આ જોબફેર-સ્વરોજગાર શિબિરમાં રોજગાર કચેરી જામનગર ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકશે.
રજીસ્ટ્રેશન સવારે ૯ કલાકે સ્થળ પર જ કરવામાં આવશે જેની ઉમેદવારોએ નોંધ લેવા મદદનીશ નિયામક(રોજગાર), જામનગરની યાદીમાં જણાવાયુ છે.