આજે જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની મતગણતરી હાથ ધરવામાં આવિ હતી…જામનગર જીલ્લાનીઆ ત્રણેય જામજોધપુર, કાલાવડ અને ધ્રોલ નગરપાલિકા ભાજપાએ કબ્જે કરી છે. …..ધ્રોલ નગરપાલિકા માં ૨૨ વરસ બાદ ભાજપાએ ભગવો લહેરાવી સત્તા હાંસલ કરી છે…
તોતિંગ મતદાન થયા બાદ આજે નગરપાલિકાની મતગણતરી હાથ ધરવામાં આવી હતી…ત્રણેય તાલુકા મથકે હાથ ધરવામાં આવેલ મતગતરીના ત્રણેક કલાકમાં ચિત્ર સ્પષ્ટ થયું હતું….જોધપુર પાલિકામાં ભાજપે ૨૦ જયારે કોંગ્રેસે ૦૮ બેઠકો મેળવી છે, કાલાવડ નગરપાલિકામાં ભાજપે ૧૮ જયારે કોંગ્રેસને ૧૦ બેઠકો મળી છે…આમ ભજપાએ આ બંને પાલિકા પર પુનઃ કબજો મેળવ્યો છે….જ્યારે નગરપાલિકા ઇતિહાસમાં 22 વરસ બાદ ધ્રોલ નગરપાલિકા ભજપાએ ભગવો લેહરાવ્યો છે . કોગ્રેસનું ૨૨ વર્ષનું શાસન તોડીને ભાજપે ૨૨ બેઠક, કોંગ્રેસને ૦૪ જયારે બીએસપી ૦૨ બેઠકો જીતી હતી….
ગુજરાત વિધાનસભામાં ભાજપે મુશ્કેલીથી જીત મેળવી હતી અને ગ્રામ્ય પંથકમાં ભાજપનો રકાસ થયો હતો અને ચાર મહાનગરોની બેઠકોને સહારે ભાજપ વિધાનસભા ચુંટણી જીતી શક્યું હતું ત્યારે મહાનગરો ઉપરાંત નાના શહેરોમાં પણ ભાજપમાં મતદારોનો વિશ્વાસ અકબંધ છે તેમ કહી સકાય…