૧૩ જાન્યુઆરીએ ચૂંટણી અને ૧૬મીએ પરિણામ

ભાજપના ધારાસભ્ય રાઘવજીએ પ્રથમ દિવસે જ ફોર્મ ભર્યુ

જામનગર જિલ્લા સહકારી બેંક પર કબ્જો જમાવવા ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ તરફથી તો ધારાસભ્ય રાઘવજી પટેલે ઉમેદવારી પણ નોંધાવી દીધી છે.

જામનગર ડિસ્ટ્રીક કોઓપરેટિવ બેંકની ચૂંટણી આગામી તા.૧૩ જાન્યુઆરીના રોજ યોજાનાર હોવાથી જે માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જામનગર ગ્રામ્ય ના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે તેમના ટેકેદારોને સાથે રાખી પોતાનું ઉમેદવારી નોંધાવી હતી.

જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણી આગામી તા.૧૩ જાન્યુઆરીના રોજ યોજવામાં આવનાર તા.૧૪-૧૨ થી ૧૯-૧૨ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી કરવાની બેંકની ચૂંટણીમાં પ્રથમ દિવસે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે તેમના ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી નોંધાવી હતી.જામનગર જિલ્લા સહકારી બેંકની ચટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૯-૧૨ રાખેલ છે જ્યારે તા.૧૩-૧ના રોજ મતદાન યોજાશે અને બાદમાં તા.૧૬-૧-૨૧ ના રોજ મત ગણતરી રાખવામાં આવેલ છે. હાલ બેંક પર કબજો જમાવવા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અત્યારથી મિટિંગનો દોર શરૂ કરી દીધાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.