જામનગર સમાચાર

જામનગર ના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓ  ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના  કુપોષણ મુક્ત અભિયાન અંતર્ગત જામનગર શહેરના અતી કુપોષિત બાળકોને પોષીત કરવાના અભિયાનને આગળ વધારવાના ભાગરૂપે પોતાના જન્મદિન નિમિત્તે શહેરના આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા ૨૫૧ અતિ કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા.

જે પૈકીના ૨૩૦ બાળકોને પોષિત બનાવવામાં મહત્વની સફળતા સાંપડી હતી. એટલું જ માત્ર નહીં, તેઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વધુ ૧૩૪ અતિ કુપોષિત બાળકોને દતક લીધા હતા, અને કુલ ૧૫૫ બાળકોની સાર સંભાળની જવાબદારી સ્વીકારી હતી.જે અતિ કુપોષિત બાળકોને આજે સતત દસમા મહિને પણ પોષણક્ષમ કિટ આપવામાં આવી હતી.

હાલ વર્તમાન સંજોગોમાં ઋતુમાં બદલાવ આવ્યો છે, ત્યારે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા તબીબોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને તેઓની સલાહ મુજબ કીટમાં ફેરફાર કરીને શિયાળાની ઋતુને અનુરૂપ ચીજ વસ્તુઓનો ઉમેરો કરીને નવી કીટ તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવ્યું છે, અને બાળકોને પોષિત કરવા માટેના અભિયાનને વધુ વેગવંતુ બનાવાયું છે.

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા ઘેર ઘેર જઈ પ્રતિ મહિને પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ઓક્ટોબર માસ સુધી સતત ૧૦માં મહિને પ્રત્યેક બાળકોની જાતે જ સાર સંભાળ રાખવામાં આવી રહી છે, અને તેઓની વ્યક્તિગત મુલાકાત અને પોષણક્ષમ કીટ વગેરેનું વિતરણ કર્યા પછી અને બાળકોના વાલીઓ સાથે પરામર્શ કર્યા પછી અતિ કુપોષિત બાળકોને પોષિત બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે .

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.