- બાળકોએ અત્યાર સુધીમાં 10,000 દીવડા બનાવ્યા
- દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ દીવડાઓની ખરીદી કરવા સંસ્થાના સંચાલકે કરી અપીલ
જામનગર ખાતે ઓમ ટ્રેનીંગ સેન્ટરના સ્થાપક ડિમ્પલ મહેતા દિવ્યાંગ માનસિક ક્ષતિ ધરાવતા બાળકોને શિક્ષણ સાથે દરેક તહેવારને અનુલક્ષીને અલગ અલગ પ્રવૃત્તિઓ નિખારવાનુ કાર્ય કરે છે. તેમજ દિવાળીના તહેવારને લઇ બાળકોએ અત્યાર સુધીમાં 10,000 કલાત્મક દીવડા બનાવ્યા છે. સંસ્થાના સંચાલકે સમાજને અપીલ કરી છે કે, આ વખતે દિવાળી પર્વમાં તમારા ઘરે જે દિપ પ્રગટાવો છો તો તમે આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલા કલાત્મક દીવડાઓની ખરીદી કરો.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, દીવડાની જામનગરની બજારમાં માંગ જોવા મળી રહી છે. જામનગરના ઓમ ટ્રેનીંગ સેન્ટરના સ્થાપક ડિમ્પલ મહેતા દિવ્યાંગ માનસિક ક્ષતિ ધરાવતા બાળકોને શિક્ષણ સાથે દરેક તહેવારને અનુલક્ષીને અલગ અલગ પ્રવૃત્તિઓ નિખારવાનુ કાર્ય કરે છે. જેના ભાગરૂપે હાલ બાળકોએ કલાત્મક દીવડા બનાવ્યા છે. અત્યાર સુધીમાં 10,000 દીવડા બનાવ્યા છે. માનસિક દિવ્યાંગ બાળકોએ દસ રૂપિયાની કિંમતના સાથિયા, જરીવાળા એમ અલગ અલગ વેરાઈટીના દિવડા બનાવ્યા છે.
સંસ્થાના સંચાલકે આ વખતે દિવાળી પર્વમાં તમારા ઘરે જે દિપ પ્રગટાવો છો તો તમે આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલા કલાત્મક અને અવનવા દીવડાઓ લઈને દિપ પ્રજ્વલિત કરો અને તમારા જીવનમાં અને આ બાળકોના જીવનમાં ઘણો બધો ઉજાસ આવે એવી અપીલ કરવામાં આવી હતી.