વિશ્વ આખું કોરોના મહામારી સામે માનવી ઝઝુમી સામનો કરી રહ્યું છે ત્યારે ભારતમાં કોરોના દેવી, માતાજીનો કોપ, ઘરમાં તોરણ બાંધવું, દોરા બાંધવાથી કોરોના
ભગાડો કોરોના રસી લેવાથી ગેરફાયદાઓ, બિમાર, વગેરે ભ્રામક પ્રચાર કરી લેભાગુઓ મેડિકલ સારવામાં બાધા નાખવાનું નિમ્ન કાર્ય સામે જાગૃતિ, નાગિરક ધર્મ બજાવવાનો અવસર હોય જાથાએ વેકસિનના ફાયદાઓ સાથે બાધા નાખનારાઓને ખુલ્લા કરવાનું બીડું ઝડપ્યું છે. આવો જ કિસ્સો જામનગરમાં મુંજાવર કોરોનાના દર્દીને દોરો બાંધી રૂપિયા પડાવતો હોવાનું ખુલતા બોદુ અલારખા નાઈ સંધિનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે સી ડિવીઝન પોલીસ સ્ટેશનની મદદથી 118પ મો સફળ પર્દાફાશ ર્ક્યો હતો. મુંજાવરની 1પ વર્ષની ધતિંગલીલા કાયમી બંધ કરાવી છે.
બનાવની વિગત પ્રમાણે ન્યુ જેલ રોડ, પાણીના ટાંકા પાસે રહેતા વલીમામદ કાસમ કેન્સરના દર્દી હોય પિરચિતે િરધ્ધિ સિધ્ધિ જુના ભઠ્ઠા પાસે રહેતા રીક્ષા ચાલક મુંજાવર બોદુનો સંપર્ક કરાવ્યો હતો. મુંજાવરે ઘરમાં મેલી વસ્તુ પડેલી છે તેનો નિકાલ કરવાથી કેન્સર મટી જશે, વિધિ-વિધાન વસ્તુ માટે રૂા. 20,000/- ની માંગણી કરી હતી. કટકે કટકે રૂપિયા આપવાની શરતે મુંજાવર ઘરે આવી ખાડો ખોદી તેમાંથી મેલી વસ્તુ કાઢી, ગાલ ઉપર કેન્સરના ગુમડાની રસી ચુસી ઉપચાર ર્ક્યો હતો. દર્દીને સેપ્ટીક થઈ જતા બીજા દિવસે મોઢું સોજીને દડા જેવું થઈ ગયું હતું. દર્દીએ ભયંકર યાતના ભોગવી હતી. મુંજાવર ખાડો ખોદતા તેમાં દોરા – મેલું જાતે મુક્તા મોબાઈલમાં ઝડપાઈ ગયો હતો. મુંજાવરનું કારસ્તાન બહાર આવ્યું હતું.
જાથાના ચેરમેન – એડવોકેટ જયંત પંડયાએ જામનગર સ્થિત કાર્યકરને ખરાઈ કરવા, મુંજાવરની માહિતી એકત્ર કરવા, પુરાવા મેળવવા જણાવ્યું હતું. જાથા સમક્ષ સ્થાનિક અલ્તાફભાઈ ઓસ્માનભાઈ, અનવરભાઈ અબ્બાસભાઈ, નિઝામભાઈ મામદભાઈ, અક્રમ અલારખા, હસીતાબેના અનવરભાઈ, રશિદાબેન અલ્તાફભાઈ, હફીઝાબેન, શકિનાબેન ઈકબાલભાઈ રહે. જામનગરવાળાઓએ મુંજાવરની કપટલીલાની આપવીતી જણાવી હતી. કોરોના દર્દીની સારવાર, વેક્સીન મુક્વાથી આફત વિગેરે ભ્રામક પ્રચાર જાથા સમક્ષ આવ્યો હતો. મુંજાવર રીક્ષા ચાલક છે, તેમાંથી મુંજાવર બન્યો હતો. ઈલમના નામે છેતરતો હોવાનું ખુલ્યું હતું. કેન્સરના દર્દીની માહિતીમાં સચ્ચાઈ સબિત થઈ હતી. મુંજાવરનો પર્દાફાશ કરવાનું નક્કી થયું હતું.જાથાએ જામનગર જિલ્લા પો. વડા, પો.ઈન્સ. મેહુલ ગોંડલીયા, પી.એસ.આઈ. એન. વી. હિરયાણી, ઉદ્યોગનગર પોલીસ ચોકીના પોલીસ કર્મીઓનો આભાર માન્યો હતો. જાથાના સ્થાનિક કાર્યકરોએ ઉત્તમ કામગીરી કરી હતી. જાથાનો 118પ મો સફળ પર્દાફાશમાં જામનગર પોલીસની અહમ ભૂમિકા હતી.