જામનગર:  મહાનગરપાલિકા પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જે અંગે મળતી માહિતી મુજબ વિરોધ પક્ષના નેતા ધવલ નંદા તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, જામનગર મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનું એપિ-સેન્ટર બની ગયું છે. તેમજ તેમને દાવો કરતા જણાવ્યું હતું કે  કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર વિનાનું એકેય કામ થતું નથી અને ભૂગર્ભ ગટરની સફાઈના નામે લાખો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે. વિપક્ષ દ્વારા અનેક આક્ષેપો કરવા છતા નિંદ્રામાં સુતેલુ મહાનગરપાલિકાનું તંત્ર જાગતુ પણ નથી. તેમજ દરરોજ નોંધાતી 170 ફરિયાદોમાંથી 90% ફરિયાદો બોગસ હોવાનું સામે આવ્યું છે. જે કોન્ટ્રાક્ટરોના માણસો જ કરે છે અને પછી તે જ કામ કરીને બિલ બનાવી નાણાં ખિસ્સામાં પાડે છે. તેવા આક્ષેપો પણ ધવલ નંદા દ્વારા લગાવવામાં આવ્યા હતા.આ સાથે આ સમગ્ર કૌભાંડમાં કોન્ટ્રાક્ટરો, મહાપાલિકાના અધિકારીઓ અને એન્જિનિયરો સામેલ હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યા છે.

ધવલ નંદા
ધવલ નંદા

આ ઉપરાંત ધવલ નંદાએ એમ પણ જણાવ્યું કે, પાંચ વર્ષ પહેલાં 20 લાખમાં થતું કામ હવે 4 કરોડમાં થાય છે. આ કૌભાંડને કારણે લોકોના કરોડો રૂપિયા બગાડવામાં આવી રહ્યા છે. તેમજ નંદાની તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ભૂગર્ભ ગટર સાફ કરવાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે અને ફરિયાદ મળતાં જ આ ભાવ પ્રમાણે બિલ બને છે. બે એન્જિનિયરો દ્વારા ફરિયાદની તપાસ થાય છે અને જામનગર મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ છે. નંદાએ આ કૌભાંડને રોકવા માટે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અમિત કણસાગરા
અમિત કણસાગરા

ત્યારે સમગ્ર મામલે જામનગર મહાનગરપાલિકાના નાયબ ઈજનેર અમિત કણસાગરાએ આ આક્ષેપોને નકારી કાઢી કૌભાંડ અંગે જામનગર મહાનગરપાલિકાના અધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટર પાઈપલાઈન નેટવર્ક અને જોડાણોની સંખ્યા વધતાં ફરિયાદોની સંખ્યા પણ વધી છે. તેમણે ઉમેર્યું કે, ફરિયાદોના નિકાલ બાદ રેન્ડમ પદ્ધતિએ વેરીફિકેશન કરવામાં આવે છે અને સફાઈના નવા કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.

આ સાથે જ ધવલ નંદાના ગંભીર આક્ષેપો એ સમગ્ર જામનગરમાં ભ્રષ્ટાચારની ચર્ચાને વેગ આપતા સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે.

સાગર સંઘાણી

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.