- ઉદ્યોગોની તકનીક અંગે વિગતો મેળવવામાં આવશે
- ઉદ્યોગોમાં આવતી મુશ્કેલીઓ અને વિકાસ માટેની શક્યતાઓને ઓળખાશે
- આ સર્વે માટે ઇન્ડસ્ટ્રીનો સહયોગ મળી છે
- દરેક રાજ્યમાં કરાઈ છે સર્વે
- ઉદ્યોગનીતિમાં ફેરફાર માટે આ સર્વે ઉપયોગી
ભારત સરકારની રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કચેરી (એન.એસ.એસ.ઓ.)ની ટીમ આજે જામનગરના ઉદ્યોગ નગરમાં આવી પહોંચી છે. આ ટીમ જામનગરના ઉદ્યોગો, ખાસ કરીને બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગના વિકાસનું મૂલ્યાંકન કરવા માટે અહીં આવી છે. સવારથી સાંજ સુધી ચાલનારા આ સર્વેમાં ઉદ્યોગકારો સાથે વાતચીત કરીને તેમના ઉદ્યોગોની તકનીકી વિગતો મેળવવામાં આવશે. આ સર્વે દ્વારા ઉદ્યોગોમાં આવતી મુશ્કેલીઓ અને વિકાસ માટેની શક્યતાઓને ઓળખવામાં મદદ મળશે. આ પ્રસંગે જિલ્લાના આંકડા અધિકારી બિનલ સુથાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શોભના એમ રાઠોડ અને ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશ ડાંગરીયા અને લાખા કેશવાલા ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર, ભારત સરકારની રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કચેરી (એન.એસ.એસ.ઓ.)ની ટીમ આજે જામનગરના ઉદ્યોગ નગરમાં આવી પહોંચી છે. આ ટીમ જામનગરના ઉદ્યોગો, ખાસ કરીને બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગના વિકાસનું મૂલ્યાંકન કરવા માટે અહીં આવી છે. સવારથી સાંજ સુધી ચાલનારા આ સર્વેમાં ઉદ્યોગકારો સાથે વાતચીત કરીને તેમના ઉદ્યોગોની તકનીકી વિગતો મેળવવામાં આવશે. આ સર્વે દ્વારા ઉદ્યોગોમાં આવતી મુશ્કેલીઓ અને વિકાસ માટેની શક્યતાઓને ઓળખવામાં મદદ મળશે.
ભારત સરકારની રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કચેરી (એન.એસ.એસ.ઓ.) 1950થી ભારતમાં વિવિધ સર્વેક્ષણો કરતી આવી છે. વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ (એ.એસ.આઈ.) ભારતમાં ઉદ્યોગિક આંકડાનો મુખ્ય સ્ત્રોત છે. આ સર્વેક્ષણ 2008ના સંગ્રહ આંકડા (સી.ઓ.એસ.) અધિનિયમ અને 2011માં બનાવેલા નિયમો હેઠળ વાર્ષિક ધોરણે કરવામાં આવે છે.
આ સંમેલનનો હેતુ 2023-24 ના એ.એસ.આઈ. રિટર્નને સમયસર ભરવા માટે ઉદ્યોગ એકમો/ઉદ્યોગસાહસિકોને એ.એસ.આઈ. 2023-24 શેડ્યૂલના સ્વ-સંકલનની પ્રક્રિયાને સમજવા માટે જાગૃત કરવાનો છે. નાણાકીય વર્ષ 2023-24 માટે રિટર્ન ભરવા માટે પસંદ કરાયેલ ઉત્પાદન ક્ષેત્રના કારખાનાઓના પ્રતિનિધિઓ આ સંમેલનમાં હાજરી આપી શકે છે.
આ સર્વેનું ઉદ્ઘાટન એન.એસ.ઓ.,એમ.ઓએસ.પી.એલ.ના પ્રાદેશિક કચેરી, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. નિયતિ જોશીએ કર્યું હતું. આ પ્રસંગે જામનગર જિલ્લાના જિલ્લા આંકડા અધિકારી બિનલ સુથાર, જામનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શોભના એમ રાઠોડ અને ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશ એમ. ડાંગરીયા અને લાખા કેશવાલા ઉપસ્થિત રહ્યા હતા.
આ સર્વે દ્વારા એકત્રિત કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે નીતિઓ બનાવવામાં મદદરૂપ થશે. આ સર્વે દ્વારા ઉદ્યોગોના કુલ ઘરેલુ ઉત્પાદનમાં (જી.ડી.પી.) યોગદાનનો અંદાજ પણ મળશે.
રિપોર્ટર: સાગર સંઘાણી