- હોટલ સંચાલક દ્વારા ગઈ રાત્રે પાછળના ભાગેથી હોટલ પુન: શરુ કરી દેતાં આજે ફરીથી સિલ લગાવાયા
- જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખા ના અધિકારી દ્વારા હોટલ સંચાલક સામે સીલીંગ તોડવા અંગે ગુનો નોંધાવાયો
જામનગર ન્યૂઝ : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે લાયસન્સ વીના ચાલતી હોટલ રેસ્ટોરન્ટ ને સીલીંગની પ્રક્રિયા કરવામાં આવી હતી, જે પૈકીની એક હોટલના સંચાલકે પોતાની હોટલ સીલ થઈ હોવા છતાં પાછળના ભાગેથી લોકોને પ્રવેશ આપીને હોટલ ચાલુ કરી દેતાં મહાનગરપાલિકાનું તંત્ર ફરીથી દોડતું થયું હતું, અને હોટલને ફરીથી સીલ કરી છે. જ્યારે તેના સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જામનગર નજીક હાઇવે રોડ પર આવેલી ધ સુપર ફેમીલી રેસ્ટોરન્ટ કે જેને ફાયરેન.ઓ.સી. સહિતની લાયસન્સ ની પ્રક્રિયા પૂર્ણ કરી ન હોવાથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તેના કિચન અને મુખ્ય પ્રવેશદ્વાર પર સીલ લગાવી દેવામાં આવ્યા હતા.
પરંતુ ગઈકાલે હોટલ સંચાલકે પાછળના દરવાજેથી હોટલને ચાલુ કરી દીધી હતી, અને ગ્રાહકોને પ્રવેશ આપી ભોજન સહિતની સુવિધા પૂરી પાડી હતી. જે અંગેના ફોટો વિડીયો વાયરલ થયા હોવાથી આજે જામનગર મહાનગરપાલિકાની ટુકડી ફરીથી દોડતી થઈ હતી, અને હોટલના પાછળના ભાગે સીલ લગાવી દીધા છે, જ્યારે એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત દ્વારા હોટલના સંચાલક જીતેન્દ્ર કગથરા સામે પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવાયો છે.
સાગર સંઘાણી