જામનગરના એક નિવૃત્ત પોલીસ કર્મચારીએ વીજ કંપનીના નાયબ ઈજનેર સામે 10 લાખના ચેક પરતની અદાલતમાં ફરિયાદ કરી હતી. તે કેસ અન્વયે બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલ સાંભળ્યા પછી આદાલતે બે વર્ષ સજા નો હુકમ કર્યો છે.

જામનગરમાં રહેતા નિવૃત્ત 5ોલીસ કર્મચારી વાલજીભાઈ રાજાભાઈ ચાવડા તથા પીજીવીસીએલના નાયબ ઈજનેર નિરવ શાહ ના પિતા હર્ષદભાઈ શાહ મિત્રો હતા. તેથી નિરવનો પરિચય થયો હતો. તે પછી નિરવે બેંકની લોન ભરપાઈ કરવા માટે રૂ.10 લાખ ઉછીના લઈ વાલજીભાઈ ને સમજૂતી લખાણ કરી આપ્યું હતું અને ચેક આપ્યો હતો.

જે  ચેક બેંકમાં રજૂ કરાતા ખાતું બંધ હોવાના શેરા સાથે પરત ફરતા વાલજીભાઈ એ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપીએ દલીલ કરી હતી કે, ફરિયાદી સાથે તેઓને મિત્રતા નથી, તેમના પિતા ફરિયાદી ના મિત્ર હતા. આ રકમ આરોપીના પિતા ને આપવામાં આવી હતી પરંતુ ચેક આરોપી નો અપાયો હતો. તે ઉપરાંત આરોપીને અપાયેલી રકમ અંગેનો કોઈ પુરાવો પણ નથી. તે દલીલો સામે ફરિયાદપક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે વીજ કંપનીના નાયબ ઈજનેર નિરવ હર્ષદભાઈ શાહ ને આ કાયદાની મહત્તમ સજા-બે વર્ષની કેદ ફટકારી છે. અને રૃા.10 લાખની રકમ ફરિયાદીને વળતરપેટે ચૂકવી આપવાનો આદેશ કર્યો છે. સજાના હુકમ વેળાએ આરોપી અદાલતમાં હાજર ન હોય તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે.

ફરિયાદી નિવૃત્ત પોલીસ કર્મચારી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.