- ખાતરની અછતના પગલે નાયબ ખેતી નિયામકે આપ્યું માર્ગદર્શન
- રાસાયણિક ખાતરનો જરૂરિયાત મુજબનો જથ્થો ખરીદવા અપીલ
- સરકાર માન્ય ખાતર પાકા બિલથી જ ખરીદવા અનુરોધ
Jamnagar : જિલ્લાના તમામ તાલુકામાં પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અલગ અલગ કંપનીઓ દ્વારા પુરૂ પાડવામાં આવી રહ્યું છે. તો અછતના ડર ને લીધે ખાતરની માંગ ઉભી થાય ત્યારે કૃત્રિમ અછત ઉભી ન થાય તે બાબતે ધ્યાને રાખવા ખેતી નિયામક અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આથી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી રવિ સિઝન માટે પાકની જરૂરીયાત મુજબ, કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો જરૂરિયાત મુજબનો જથ્થો ખરીદવા જણાવવામાં આવ્યું હતું. તેમજ ખાતરની ખરીદી પરવાનેદાર વિક્રેતા પાસેથી સરકાર માન્ય ખાતર પાકા બિલથી જ ખરીદવા જોઈએ અને લેભાગુ તત્વો દ્વારા રાસાયણિક ખાતરોના ભળતા નામથી તથા લોભામણી સ્કીમો આપી વેચાણ કરવા આવે ત્યારે આવા ખાતર ન ખરીદવા ચેતવણી આપી હતી. ખાતર સબંધિત કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થયે નાયબ ખેતી નિયામકની કચેરીનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.
અનુસાર માહિતી મુજબ, આ વર્ષે કુદરતે ભરપૂર મઘેમહેર કરી હોવાથી હાલ શિયાળુ પાકમા પિયતની સમસ્યા આવી શકે તેમ નથી. જેના પરિણામે ખેડૂતો શિયાળુ પાકના વાવેતર તરફ આકર્ષાયા છે. આથી આ વખતે જિલ્લામાં ઘઉં, ચણા, ધાણા, જીરુનું સૌથી સારું ઉત્પાદન થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ત્યારે હાલ શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને ખાતરની ખાસ જરૂર પડે છે. આથી ખેડૂતો ખાતરની ખરીદી માટે દોટ મૂકી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ઋતુ માટે રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે શું બાબતોનું ધ્યાન રાખવું આવો જાણો
બી.એમ. આગડ (નાયબ ખેતી નિયામક, વિસ્તરણ જામનગર, દેવભૂમિ દ્વારકા) એ ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું કે લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખાતર ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ. તેમજ વધુમાં કોઇપણ સંજોગોમાં લાયસન્સ ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ ખાતરની ખરીદી કરવી નહી. કારણ કે તેનાથી છેતરપીંડીથી બચી શકાય છે.
DAP ખાતરની સાથે સાથે 12-32-16 અને 20-20-0 તથા જે લોકોને ધાણા અને જીરુનું વાવેતર કરવું છે. તેવા ખેડૂતોએ સિંગલ સુપર ફોરસફર જેમાં સલ્ફરનું પ્રમાણ હોય છે તેનો પટ મારીને ધાણા જીરુંનું વાવેતર કરવું જોઈએ. તેમજ વધુમાં નેનો DAP પણ ખૂબ અસરકારક નિવરી શકે છે. આથી તેનો પણ આગ્રહ રાખવો જોઈએ.
જામનગર જિલ્લાના તમામ તાલુકામાં પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અલગ અલગ કંપનીઓ દ્વારા પુરૂ પાડવામાં આવે છે. તો આછતના ડરને લીધે ખાતરની માંગ ઉપસ્થિત થાય. ત્યારે કૃત્રિમ અછત ઉભી ન થાય તે ધ્યાને રાખવું જોઈએ. આથી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી 2024ની સિઝન માટે પાકની જરૂરીયાત મુજબ, કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો જરૂરિયાત મુજબનો જથ્થો ખરીદવો જોઈએ. તેમજ ખાતરની ખરીદી પરવાનેદાર વિક્રેતા પાસેથી સરકાર માન્ય ખાતર પાકા બિલથી જ ખરીદવા જોઈએ અને લેભાગુ તત્વો દ્વારા રાસાયણિક ખાતરોના ભળતા નામથી તથા લોભામણી સ્કીમો આપી વેચાણ કરવા આવે ત્યારે આવા ખાતર ન ખરીદવુ જોઈએ.
ખાતર સબંધિત કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થયે નાયબ ખેતી નિયામકની કચેરીનો સંપર્ક કરવા પણ જણાવાયું છે. તેમજ વધુમાં ખેડૂતોએ DAP ખાતરનો ખાસ આગ્રહ ન રાખતા જીરુ અને અન્ય પાકોનું વાવેતર કરતા હોય ત્યારે પાયાના ખાતર તરીકે એટલે કે જેમાં ફોસફરસ તત્વ હોય તેવા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જે જમીન માટે પોષક તત્વોથી ભરપૂર હોય.
અહેવાલ : સાગર સંઘાણી