કોરનાની મહામારીમાં સળંગ છેલ્લા બે વર્ષથી આયુર્વેદના 500 થી વધારે મેડીકલ ઓફિસરો અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગામે-ગામ કોરોના મુકત ગામ અંતર્ગત ગામડે-ગામડે કોવિડ સેન્ટરોમાં દર્દીઓની સારવાર અને સ્વસ્થ ગ્રામજનોને રોગ પ્રતિકારક આયુર્વેદીક દવાઓ તેમજ કોરોના અંગેનું મહત્વ સમજાવી રહ્યા છે.
આવા મેડીકલ ઓફિસરોની સાતમાં પગાર પંચ મુજબ એન.પી.એ આપવા અંગે મે.ઓ. આયુર્વેદ એસો.ના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આયુર્વેદીકના 500થી વધારે મેડીકલ ઓફિસરોની વ્યાજબી માંગણી ઉકેલશે. જી.પી.એસ.સી. પાસ હોવા છતાં કોઈ પણ પ્રકારના ઉચ્ચત પગાર ધોરણથી વંચિત આયુર્વેદ મેડીકલ ઓફિસરો રહ્યા છે.
એલોપેથીને જેમ જ ગણવા જોઇએ. ગુજરાત હાઇકોર્ટનો ટીકુ કમિશનનો આદેશ મુજબ અમલવારી કરવી જોઇએ. ગુજરાત સરકારના આયુર્વેદીક મેડીકલ ઓફિસરોને એન.પી.એ. એલોપોથી મેડીકલ ઓફિસર સમાન જ મળવું જોઇએ. અને ત્રણ વર્ષ પહેલા જીપીએસસી દ્વારા 331 નવા મેડીકલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. આ નવી નિમણુંક મુજબ તેનો બે વર્ષનો પ્રોબેશનલ પીરીયડ વેવ કરવો જોઇએ. આ આવેદન પત્રમાં ભારતીય સંસ્કૃતિને મળેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર આયુર્વેદીકને એલોપોથીન સમકક્ષ લાભ આપવા માંગ કરી છે.
આવેદન પત્રના અંતમાં આયુર્વેદીકને તમામ બાબતોમાં એલોપેથીકની સાપેક્ષે અન્યાય કરીને સરકાર જાહેર જનતાની લોક ચાહના અને વિશ્વાસનીયતા ગુમાવી શકે છે. તેમ મેડીકલ ઓફિસર આયુર્વેદક એસોશિ એશનના પ્રમુખે જણાવ્યું છે.