જામનગર શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે, અને વ્હોરાના હજીરાની અંદર આવેલી દરગાહને પણ તસ્કરોએ છોડી નથી. અને દરગાહની અંદર રહેલી દાન પેટીમાંથી રૂપિયા પોણા બે લાખની રોકડ રકમ ઉઠાવી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી તત્કરોને શોધવા માટેની કવાયત કરી છે.જામનગરમાં વ્હોરાના હજીરાની અંદર આવેલી દરગાહને કોઈ તસ્કરોએ ગત 14 મી તારીખના રાત્રિના નિશાન બનાવી હતી, અને દરગાહની અંદર પ્રવેશ મેળવી લઇ મુખ્ય દરવાજાનું તાળું તોડી કોઈ તસ્કરો અંદર ઘુસ્યા હતા. ત્યારબાદ અંદર રહેલી લાકડાની દાન પેટી કે જેનું પણ લોક તોડી નાખી અંદાજે અંદરથી રૂપિયા એક લાખ પંચોતેર હજારની રોકડ રકમ- પરચુરણ વગેરેની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા.
ત્યારે હાલમાં વ્હોરાના હજીરામાં દરગાહમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. જેમાં સીટી બી પોલીસે બે આરોપીને દબોચી લીધા હતા. જે મુજબ જણાવવામાં આવ્યું હતું કે, બંને આરોપી રાજકોટ હતા. તેમજ તેઓએ અહી ચોરી કરી હતી. આ સાથે બને શાતીર દીમાગના આરોપીઓ કબ્રસ્તાનને ટાર્ગેટ કરતા હતા, તેમજ કબ્રસ્તાનમાં CCTVના હોય એટલે ત્યાં ચોરી કરતા હતા તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ બંને ચોરો બુલેટ લઈ રાજકોટ થી ચોરી કરવા માટે આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી આજુબાજુના CCTVમાં બંને આરોપીને કેદ કરવામાં આવ્યા હત.
સાગર સંઘાણી