ધ્રોલના વિજતંત્રના કોન્ટ્રાક્ટરને રૂપિયા નવ લાખનો ચૂનો ચોપડવા અંગે નોંધાયેલા ગુનામાં અગાઉ ૬ પકડાયા: સાતમા આરોપીની અટકાયત
જામનગર તા ૧૨, જામનગરની સાઇબર ક્રાઈમ સેલ ની ટીમેં ફોરેક્સ કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ ના નામે એક એપ્લિકેશન બનાવી ફ્રોડ કંપની ઊભી કરી પૈસા પડાવતી ગેંગના મુખ્ય સૂત્રધારને સુરતમાંથી ઝડપી લીધો છે, અને જામનગર લઈ આવ્યા પછી રિમાન્ડ પર લીધો છે. આ પ્રકરણમાં અગાઉ ૬ આરોપી પકડાઈ ચૂક્યા છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળ પીજીવીસીએલના એકા કોન્ટ્રાક્ટર ને ફોરેન કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ ના નામે ફેક એપ્લિકેશન બનાવી ફ્રોડ કંપની ઊભી કરી, મોટી રકમના વળતરની લાલચ આપી રૂપિયા નવ લાખ પડાવી લીધા હતા, તે અંગે જામનગર સાઇબર પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જે પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ ના અનુસંધાને છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન સાયબર ક્રાઈમ ની ટીમેં મુંબઈ- સુરત સહિત અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરીને ચીટર ગેંગના છ સભ્યોને અગાઉ પકડી લીધા હતા, અને તેઓ પાસેથી મોબાઇલ ફોન કબજે કર્યા હતા. ઉપરાંત તેઓ દ્વારા ફ્રોડ કરાયેલી કેટલીક રકમ કે જે અલગ અલગ બેંક ખાતામાં ફ્રીઝ કરી દેવામાં આવી છે.
દરમ્યાન આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ગણાતો મૂળ સુરતના નાંદેડ વિસ્તારનો વતની આમીર ઉર્ફે અરમાન અસલમ ગરાણા (૨૩ વર્ષ) કે જે ગેરકાયદેસર કોલ સેન્ટર ઊભું કરી વોટ્સએપ તથા ફોન પર વાત કરીને ફોરેક્સ કરન્સી કંપનીના કર્મચારી તરીકે ઓળખાણ આપીને લોકોને વિશ્વાસમાં લેતો, અને પ્રોફિટ ની લાલચે સૌપ્રથમ નાના રોકાણ કરાવી ત્યારબાદ નફો બતાવ્યા પછી મોટું રોકાણ કરાવી ફ્રોડ કરી લેતો હતો
તેઓની રકમ જુદા જુદા બેંક ખાતાઓના નખાવીને તેમાંથી ઉપાડી લઈ છેતરપિંડી આચરતો હતો, જે આરોપી આમિર હાલ સુરત પંથકમાં સંતાયો છે, તેવી બાતમી જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમે સુરતમાં ધામા નાખ્યા હતા, અને આરોપી આમીરને ઝડપી લીધો હતો.
જેની પાસેથી બે નંગ મોબાઈલ ફોન કબજે કરી લીધા છે. તેને જામનગર લઈ આવ્યા પછી સાત દિવસની રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં અદાલતે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જે રિમાન્ડ દરમિયાન તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, અને તેની પાસેથી કેટલાક ચોકાવનારા ખુલાસા થાય તેમ પણ મનાઈ રહ્યું છે.