બિલ્ડર, નગરસેવક, વકીલ, નિવૃત પોલીસ સહિત 16 શખ્સો સામે ગુનો નોંધાયો’તો

તપાસનીસના રિપોર્ટના આધારે ગૃહ વિભાના આદેશથી વધુ પ્લોટો સીઝ કર્યા

જામનગરમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ 5ટેલની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આચરતી ટોળકીને તહસનહસ કરવા માટે રાજ્યના ગૃહવિભાગ દ્વારા અપાયેલી સૂચના પછી દોઢ વર્ષ પૂર્વે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (ગુજસીટોક) હેઠળ ગુન્હો નોંધાયો હતો.

તે પછી ટોળકીના સદસ્યોની શરૃ કરાયેલી ધરપકડ દરમ્યાન જયેશ પટેલના હાથ સમાન મનાતા યશપાલસિંહ, જશપાલસિંહ જાડેજાની પણ ધરપકડ કરાઈ હતી. આ ગુન્હામાં જયેશ પટેલની ધરપકડ બાકી છે તે દરમ્યાન ટોળકીની આર્થિક રીતે કમર ભાંગી નાખવા પોલીસે પગલા ભરવાનું શરૃ કર્યું છે. જેમાં થોડા મહિના પહેલા રણજીતસાગર રોડ પર આવેલી જયેશ પટેલની મનાતી મિલકત (પ્લોટ) સીલ કરવામાં આવ્યા પછી આજે નગરના મેડિકલ કેમ્પસ પાછળના જયંત કો. ઓપ. હા.સો.માં રે.સ.નંબર 224, 254ના પ્લોટ નંબર બી-18 પૈકી સબપ્લોટ નંબર 18-2 વાળી અને 2730.68 ચો. ફૂટ ક્ષેત્રફળવાળી જમીન કે જે યશપાલસિંહ અને જશપાલસિંહની છે.

તે પ્લોટ આજે સીલ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ઉપરોકત કાર્યવાહી આજે ડીવાયએસપી જે. એસ. ચાવડાના વડપણ હેઠળ એલસીબી સહિતના પોલીસ કાફલાએ કરી હતી. આવતા મહિને આ બન્ને ભાઈઓની મકાન સહિતની મિલકત પણ સીલ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.