8 જાન્યુઆરીએ એપનું લોન્ચીંગ
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લેઉવા પટેલ સમાજના વિવિધ ક્ષેત્રમાં એડવાન્સ-સંગઠ્ઠીત અને સક્ષમ સમાજ તરીકે દાયકાઓથી આગળ પડતો રહ્યો છે. જામનગરમાં આગામી સાતમી અને આઠમી જાન્યુઆરીએ આ સમાજ દ્વારા જ્ઞાતિ સમુહ ભોજન અને શ્રેષ્ઠીઓના સન્માનનો ભવ્ય સમારોહ ઉજવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના એક ભાગરૂપે જામનગર લેઉવા પટેલ સમાજ દ્વારા મહિનાઓની મહેનતના અંતે એક અલ્ટ્રામોર્ડન એપ અને વેબસાઇટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, ‘ધ પાટીદાર્સ – એલપીએેસ’ નામનો આ જબ્બર કોન્સેપ્ટ એટલા આધુનિક અને ઉપયોગી ફીસર્ચ ધરાવે છે કે, સમગ્ર લેઉવા પાટીદાર સમાજના એક-એક પરિવારને આ માધ્યમથી એકતાંતણે બાંધનારો પૂરવાર થશે.
આઠમી જાન્યુઆરીએ લેઉવા પટેલ સમાજ દ્વારા જે ભવ્ય સમારોહ યોજાવા જઇ રહ્યો છે તે સમારોહમાં સમાજના શ્રેષ્ઠીઓના હસ્તે આ એપ તથા વેબસાઇટનું લોન્ચીંગ પણ કરવામાં આવશે.
‘ધ પાટીદાર્સ -એલપીએસ’ નામની આ એપ જબરજસ્ત કોન્સેપ્ટ છે, જેમાં ફેમીલી, મેટ્રીમોનીયલ, રીલેશન્સ, હેલ્થકેર, સરનેઇમ એક્સપ્લોરેશન અને લોકેશન એક્સપ્લોરેશન સહિતના ફીચર્સ ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત આગામી સમયમાં આ એપમાં એજ્યુકેશન, જોબ્સ, બીઝનેસ અને રીયલ એસ્ટેટના ફીચર્સ પણ ઉમેરવામાં આવશે. આ તમામ ફીચર્સની મદદથી લેઉવા પટેલ સમાજના પ્રત્યેક પરિવારને અન્ય તમામ પરિવારોની સંપુર્ણ વિગતો, સગાઇ-લગ્ન માટે ઉંમરલાયક પાત્રોનો સંપુર્ણ ઇતિહાસ અને વર્તમાન, સમગ્ર લેઉવા પટેલ સમાજના હજારો પરિવારો એકબીજાની સાથે લોહીના સંબંધો અને પેઢીઓના સંબંધોથી કઇ રીતે સંકળાયેલા છે. તેની સંપુર્ણ વિગતો, લેઉવા પટેલ સમાજ દ્વારા હેલ્થકેર એટલે કે, આરોગ્યના સંદર્ભમાં થતી તમામે તમામ પ્રકારની પ્રવૃત્તિઓની સંપુર્ણ માહિતીઓ તેમજ તમામ અટકોના એકમેક સાથેના સંબંધો અને આપણે જેને સામાન્ય ભાષામાં પરિવારનો આંબો કહીએ છીએ, તે પ્રકારના આંબાના માધ્યમથી અટક અને લોકેશનની સંપુર્ણ વિગતો ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત આગામી સમયમાં આ એપમાં એડ થનારા ફીચર્સના માધ્યમથી સમાજનું કોઇપણ બાળક અથવા કોઇપણ યુવક-યુવતી શિક્ષણના ક્ષેત્રમાં જે કાંઇ વિગતો મેળવવા ઇચ્છશે તે તમામ વિગતો, વિવિધ ક્ષેત્રમાં રોજગારીની તકોના સંદર્ભમાં સંપુર્ણ વિગતો, લેઉવા પટેલ સમાજ જે-જે વ્યવસાયમાં સંકળાયેલા હોય તે તમામ વ્યવસાય ઉપરાંત અન્ય વ્યવસાયોની માહિતી તેમજ રીયલ એસ્ટેટના ક્ષેત્રમાં સંકળાયેલા તમામ પાસાઓની વિગતો આ એપ અને વેબસાઇટના માધ્યમથી આપ સૌ એક્સેસ કરી શકશો, મેળવી શકશો.
ધ પાર્ટીદાર્સ એપ્સ ડાઉનલોડ કરવા પ્રમુખ મનસુખભાઇ રાબડીયાનો અનુરોધ
જામનગર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા બનાવવામાં આવેલી ધ પાટીદાર્સ – એલપીએસ’ નામની આ એપ્લીકેશન સમાજના પ્રત્યેક સભ્ય માટે તથા સમગ્ર સમાજ માટે ખૂબજ ઉપયોગી છે અને વર્તમાનમાં તથા ભવિષ્યમાં આ એપ્લીકેશન સાથે જોડાયેલા સૌ કોઇને એપ્લીકેશનના લાભો મળી શકે તે માટે લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા દ્વારા સમાજના સર્વે સભ્યોને આ એપ્લીકેશન ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.