Jamnagar:  ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વાહનચાલકોની બેદરકારી સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2021થી સીસીટીવી કેમેરા દ્વારા પકડાયેલા ટ્રાફિક નિયમોના ભંગ બદલ 3627 વાહનચાલકોને કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે.

Screenshot 2 5

જામનગરમાં વાહનચાલકો દ્વારા અવારનવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરવામાં આવતો હોય છે. ખાસ કરીને ચાલુ વાહનમાં મોબાઇલ ફોન પર વાત કરવી, ત્રણ સવારી બેસાડવી અને વન-વેમાં વાહન ચલાવવા જેવા ગુનાઓ વધુ પ્રમાણમાં બનતા હોય છે. આવા ગુનાઓને રોકવા માટે જામનગર શહેર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવે છે.

વર્ષ 2021થી CCTV કેમેરા દ્વારા પકડાયેલા ટ્રાફિક નિયમોના ભંગ બદલ 3627 વાહનચાલકોને કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. આ વાહનચાલકોએ નિયત સમયમાં દંડ ભરવામાં બેદરકારી દાખવતા કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે.

Screenshot 3 6

જામનગરમાં 355 સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા ઈ-મેમો ફટકારવામાં આવે છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનાના માર્ગદર્શન હેઠળ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા શહેરના માર્ગો પર ત્રણ સવારી, ચાલુ વાહનમાં મોબાઇલ ફોન પર વાત કરવી, રોંગ સાઇડમાં વાહન ચલાવવું, શીટ બેલ્ટ ન બાંધવા જેવા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો દ્વારા દંડ ફટકારવામાં આવે છે. પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, વાહનચાલકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ અને ઈ-મેમો મળતાં જ દંડ ભરપાઈ કરી દેવો જોઈએ. નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.