ભ્રષ્ટાચાર અને લાંચના દુષણ ડામવા જામનગરમાં એ.સી.બી.નો લોક દરબાર
જામનગરમા એ.સી.બીના લોક દરબારમા અધીક નિયામક અને સફળ તેમજ જાબાંઝ આઇ.પી.એસ.ઓફીસર હસમુખ પટેલ છવાઇ ગયા હતા. જાગૃત નાગરીકો દ્વારા અનેક ફરિયાદો રજુઆતો અને અમુક ચોંકાવનારી બાબતો રજુ કરી હતી જેને ગંભીરતાથી લઇ શ્રી પટેલે તાકીદે પગલા લેવા સુચના આપી હતી.ખાસ કરીને ફરિયાદીને ખાખીના ત્રાસના કિસ્સામા તાકિદે પગલા લેવા સુચના અપાઇ છે તેમજ હાલારમા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ભ્રષ્ટાચાર નાબુદ થાય અને પ્રજામાં જાગૃતતા આવે તે માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ગત તારીખ સાત એપ્રીલના રોજ જામનગર ખાતે લોક દરબાર યોજાયો હતો.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા જામનગર ખાતે બ્યુરોની કામગીરીની જાણકારી તથા સમાજમાંથી ભ્રષ્ટાચાર નાબુદ થાય અને પ્રજામાં જાગૃતતા આવે તેવા આશયથી ચેમ્બર ઓફ કોમર્સ, ગુલાબનગરના સ્વ.ધીરુભાઇ અંબાણી કોમ્યુનિટી હોલ ખાતે અમદાવાદથી આવેલા એ.સી.બી.ના અધિક નિયામકશ્રી હસમુખ પટેલ(આઇ.પી.એસ.)ના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સાથે મદદનીશ નિયામક રાજકોટ વિભાગ એ.પી.જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. જેની અગાઉથી નાગરીકોને જાણ કરવામા આવી હતી. આ લોકદરબારમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરીની જાણકારી આપવામાં આવી હતી તેમજ લોકોએ ભાગ લઇ મદદનિશ નિયામકશ્રી પટેલ સમક્ષ થોકબંધ રજુઆતો કરી હતી.
નોંધપાત્ર બાબત એ રહી કે શ્રી હસમુખ પટેલની તબિયત છેલ્લા બે દીવસથી નાદુરસ્ત રહે છે અને એક તબક્કે લોક દરબાર રદ થાય તેવી સ્થિતિ હતી ….પરંતુ અગાઉ નક્કી કર્યુ હોય તેમણે ખાસ જામનગરમા સવારથી માંડી બપોર સુધી સતત હાજરી આપી હતી.
આ લોકદરબારને સફળ બનાવવા જામનગર એ.સી.બી.પી.આઇ.એન.કે.વ્યાસ સ્ટાફના દીપકભાઇ,દિનેશભાઇ,મગનભાઇ,કરશનભાઇ,કિશોરસિંહ ,પ્રદ્યુમનસિંહ,કિશોરભાઇ,યુવરાજ સિંહ વગેરે એ તેમજ દેવભુમી દ્વારકા જિલ્લા ના એ.સી.બી.પી.આઇ. સી.જે.સુરેજા તેમજ તેમના સ્ટાફ એ ખુબ જહેમત ઉઠાવી હતી. શ્રી સુરેજા એ અનેક સફળ ટ્રેપ કરી છે અને અનેક ગંભીર ગુનાઓની સઘન તપાસ કરી એ.સી.બી.મા એક અનેરી છાપ ઉપસાવી છે.
જામનગરમા સૌપ્રથમ વખત યોજાયેલા આ પ્રકારના લોકદરબારમા અનેક જાગૃત નાગરીકોએ જુદા જુદા વિભાગોના ભ્રષ્ટાચારની સ્ફોટક વિગતો રજુ કરી હતી તે તમામ બાબતો અંગે શ્રી પટેલે સંપુર્ણ ધ્યાન આપ્યુ હતુ અને જરૂરી ખાત્રી આપી હતી.
આ તકે જાગૃત અને એ.સી.બી.ના બાતમીદારોના પણ સન્માન થયા હતા.કોર્પોરેશન સહિતના વિભાગોના ભ્રષ્ટાચાર અંગે હાજર રહેલા બહોળી સંખ્યાના જાગૃત નાગરીકો…આર.ટી.આઇ. એક્ટીવીસ્ટો…ફરિયાદીઓ .રજુઆતકર્તાઓએ અનેક બાબતો રજુ કરી હતી તેમજ એ.સી.બી.ની કામગીરીની પદ્ધતિની જાણકારી મેળવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,