જામનગર થી 14 કી.મી. દુર રિલાયન્સ રોડ ઉપર વસઈ ગામ મુકામે વાત્સલ્યધામના નામથી ઓળખાતું વૃદ્ધાશ્રમ વડીલો માટે સ્વર્ગ સમાન છે. જે દસ વર્ષ થી કાર્યરત છે. અને તે કુદરતી સૌન્દર્યથી ભરપુર છે. કોરોનાની મહામારીની અધોગતિના ખુબજ ખરાબ અનુભવ થયા છે, કોરોના પીડિત વ્યક્તિને ઓક્સીજન માટે ખુબજ રખડવું પડ્યું છે. ખુબજ પીડા સહન કરવી પડી છે આ તમામ વાતાવરણને જોતા એક વાત તો નિશ્ચિત છે કે વધુ ઓક્સીજન મળે તે માટે વધુને વધુ વૃક્ષો વાવવા.
આ ઓક્સિજન પાર્કમાં છાંયો આપતા ઘટાદાર વૃક્ષો, આયુર્વેદમાં ઉપયોગી વૃક્ષો, ફૂલઝાડ સહિત 1100 વૃક્ષોનું વાવેતર
વાત્સલ્યધામની વાત કરીએ તો દોઢ વર્ષના કોરોના કાળમાં એકપણ કોરોના પોઝીટીવ કેસ આવ્યો નથી જે અહીની હરિયાળી ને આભારી છે. અને ભવિષ્યનો વિચાર કરી વાત્સલ્યધામ ની આજુબાજુના વિસ્તારમાં એક વિશાળ ઓક્સીજન પાર્ક બનાવવામાં આવી રહ્યું છે. જે વિવિધરૂપે ડીઝાઇન થયેલ છે. અહી વધુમાં વધુ ઓક્સીજન આપે એવા 1100 વૃક્ષોનું વાવેતર થઇ રહ્યું છે. આ ઓક્સીજન પાર્કની ખાસિયત ઈ છે કે અહી બર્ડ ફીડીંગ બનાવી રહ્યા છે જેમાં એવા વૃક્ષોનો ઉછેર થશે કે જે પક્ષીઓનો ખોરાક આપી શકે અને 5000 જેટલા પક્ષીઓ નિવાસ કરી શકે, તેમના માટે ચણ અને પાણીની વાવ્યસ્થા થશે.
આ ઓક્સીજન પાર્કમાં ઘટાદાર છાયા આપે એવા વૃક્ષો હશે તો વળી આયુર્વેદમાં ઉપયોગી ગાળો-લીમડો-અરડૂસી-પારીજાત-જાંબુ-સરગવો-દાડમ-પપૈયાના જાડનું પણ જતન થશે વળી ફૂલોનો વરસાદ કરે એવા ગુલમહોર, વસંત, ગરમાળો વગેરે વૃક્ષો નો ઉછેર થશે ઉપરાંત વડલો-પીપળો-ઉમરો-પીપર-આસોપાલવ-બીલી-કલમ-કરંજ-ખાખરો-ગૂંદો-રાવળ-બોરસલી-આવળ-ખીજડો જેવા વૃક્ષો હશે આ વૃક્ષોની સારી માવજત થાય એ માટે કાંટાળી વાડની ફેન્સીંગ કરેલ છે. અને પુરતું પાણી મળી રહે એમાટે ડ્રીપ ઈરીગેશન(ટપક પદ્ધતિ)ની વ્યવસ્થા કરેલ છે.
તેમજ ઓર્ગેનિક ખાતરની વ્યવસ્થા કરેલ છે. જે ઓક્સીજન પાર્કની આર્કિટેક્ચરલ ડીઝાઇન ખુબજ યુનિક છે જે મેનેજીગ ટ્રસ્ટી ભાસ્કરભાઈ રાઠોડની જ છે અને તેમની દેખરેખ નીચે તેમની ટીમ દ્વારા આખી ડીઝાઇન કરવામાં આવેલ છે.આ ઓક્સીજન પાર્ક બનાવવા ઉદ્ઘાટન પ્રસંગમાં એડવોકેટ અશ્વિનભાઈ મકવાણા, તુષારભાઈ દંગા, ડો. દિનકર સાવરીયા, ડો. દિગંત સીકોતરા, ડો. ગૌરાંગ પંડયા, અજય વકાતર, વિષ્ણુભાઈ વ્યાસ, ભરતભાઈ ખુબચંદાની, નિર્મળભાઈ મારું અને યોગેશભાઈ મોટાણીએ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. ઓક્સીજન પાર્ક માટે વસઇના સરપંચ, સંગીતાબા ઘનશ્યામસિંહ જાડેજા તરફથી પુરતો સહયોગ મળેલ છે..સાથે સાથે પ્રોજેક્ટના ગ્રાઉન્ડ વર્ક માટે ઘનશ્યામસિંહ જાડેજાનો સતત સહયોગ મળતો રહે છે.