શહેરમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં જનચેતના રેલી યોજાઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ધારાસભ્ય સહિત કોર્પોરેટરો સહિત સાઇકલ રેલી અને ઉંટ ગાડીમાં રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરવા નીકળ્યા હતા. જ્યારે શહેરના મુખ્ય માર્ગો પર સૂત્રોરચાર કર્યા હતા અને ઊંટગાડીમાં રાંધણ ગેસના બાટલા સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહીત ધારાસભ્ય કોર્પોરેટરો અને કોંગ્રેસ કાર્યકરો સાયકલ રેલીમાં જોડાયા હતા.
પેટ્રોલ-ડિઝલ અને રાંધણગેસ બાટલાના વધતા જતા ભાવને તેમજ મોંઘવારીને લઈને આજે શહેર જિલ્લા કોંગ્રેસે રેલી સ્વરૂપે જામનગરના માર્ગો પર ફર્યા હતા. કોરોનાની મહામારી માં જ્યારે ધંધા રોજગાર ખતમ થઈ ગયા છે ત્યારે પ્રજાની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસના નાનામાં નાના કાર્યકર કટિબદ્ધ છે. અને નાના-નાના વ્યવસાય બંધ થઈ ગયા છે.
ત્યારે કોંગ્રેસ દ્વારા જનચેતના રેલી યોજી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર જનચેતના રેલી યોજી જેમાં પ્રદેશપ્રમુખ અમિત ચાવડા ધારાસભ્ય ચિરાગ કાલરીયા, પ્રવીણ મૂછળીયા ઋત્વિક મકવાણા, અને જિલ્લા શહેર કોંગ્રેસ પ્રમુખ વિપક્ષ નેતા અલ્તાફ ખફી સહિત કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા અને સરકારના મોંઘવારીમાં ભાવ વધારા મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ સરકાર સામે સુત્રોચ્ચાર કરી વિરોધ ર્ક્યો હતો.