કોંગ્રેસે 7 વોર્ડની 27 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા
જામનગર મહાનગરપાલિકા 16 વોર્ડની 64 બેઠકો માટે ચાલુ માસના ત્રીજા અઠવાડિયા માં મતદાન થનાર છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં 7 વોર્ડ અને 27 ઉમેદવારોના નામો જાહેર કરવા માં આવ્યા છે. તેમાંથી આઠ ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સાત વોર્ડની 27 બેઠકો માટેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વોર્ડ નંબર ત્રણ માટે પંડ્યા દિપ્તીબેન કમલેશભાઈ, રાયઠઠ્ઠા મીનાબેન રાજેશભાઈ, જેઠવા શક્તિસિંહ મહેન્દ્રસિંહ અને ભાલોડીયા લલિત ખીમજીભાઈ, તેમજ વોર્ડ નંબર ચાર માટે નંદાણીયા રચનાબેન સંજયભાઈ, જાડેજા સુષમબા દિવ્યરાજસિંહ, ગોહિલ આનંદ નાથાભાઈ અને ગુજરાતી સુભાષ બચુભાઈ, વોર્ડ નંબર છ માટે ગોહિલ લક્ષ્મીબેન ખીમજીભાઈ, વાઘેલા સમજુબેન મહેશભાઈ અને ગોજીયા ભરતભાઈ હર્ષદભાઈ, વોર્ડ નંબર સાત માટે પાણખાણીયા જયશ્રીબેન પ્રવીણભાઈ, ગજેરા રંજનબેન આર, પટેલ પાર્થ મોતીલાલ અને ચનીયારા પ્રવીણ જે, વોર્ડ નંબર આઠ માટે પરમાર ભાવનાબેન ભવનભાઈ , ત્રિવેદી પદ્માબેન મનસુખભાઇ, દોઢીયા તેજસ કિશોરચંદ,ચૌહાણ નરેન્દ્રસિંહ મુળુભા, વોર્ડ નંબર 12- માટે ખફી જૈનબબેન ઇબ્રાહિમભાઈ જુણેજા ફેમિદાબેન રિઝવાન, અલ્તાફભાઈ ગફારભાઈ ખફી, અસલમ કરીમભાઈ ખીલજી, તેમજ વોર્ડ નંબર 15 માટે સુમરા મારીયામબેન કસંભાઈબ, વાઘેલા શીતલબેન અજયભાઈ, રાઠોડ આનંદ રામજીભાઈ અને બૈડયાવદરા દેવશીભાઇ ભીમાભાઇ નો સમાવેશ થાય છે. જાહેર થયેલા કુલ 27 ઉમેદવાર માંથી આઠ ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે.